GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

બ્રાઝિલમાં કોરોનાથી ભયાનક સ્થિતિ: 24 કલાકમાં 1179નાં મોતથી કબ્રસ્તાનમાં વેઇટિંગ લિસ્ટ બન્યું

કોરોના

ઇટાલી, સ્પેન, ફ્રાન્સ અને અમેરિકા બાદ હવે બ્રાઝિલ કોરોનાનું નવું એપી સેન્ટર બન્યું છે. દક્ષિણ અમેરિકી દેશ બ્રાઝિલે કોરોનાના કેસ મુદ્દે હવે રશિયાને પણ પાછળ છોડી દઇને દુનિયામાં બીજા નંબર પર પહોંચ્યું છે. કોરોનાના કેસમાં પહેલા નંબર પર અમેરિકા અને ત્યારબાદ હવે બ્રાઝિલ આવી ગયું છે. ઉપરાંત બ્રાઝિલમાં સતત કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. તેમાં પણ છેલ્લા 48 કલાકની અંદર તો બ્રઝિલમાં ભયાનક રીકે કોરોના કેસ અને મૃત્યુઆંક વધ્યા છે. સ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર 24 કલાકની અંદર જ બ્રાઝિલમાં કોરોનાના કારણે 1179 લોકોના મોત થયા છે.

સૌથી મોટું કબ્રસ્તાન છે તેમાં પણ જગ્યા નથી

કોરોના વાયરસના કારણે બ્રાઝિલની સ્થિતિ એટલી ખરાબ બની છે કે, કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને દફનાવવા માટે કબ્રસ્તાનની દર જગ્યા નથી. બ્રાઝિલનું જે સૌથી મોટું કબ્રસ્તાન છે તેમાં પણ જગ્યા નથી. કેટલાક લોકો તો પોતાના પરિજનોના મૃતદેહને રસ્તા પર કે પછી કબ્રસ્તાનની બહાર મુકીને જતા રહે છે. આ પહેલા પણ 12 મેના રોજ બ્રાઝિલમાં એક દિવસની અંદર 881 લોકોના જીવ ગયા હતા. બ્રાઝિલના કબ્રસ્તાનની અંદર મૃતદેહો દફનાવવા માટે લાંબુ વેઇટિંગ છે.

મૃતદેહોને દફનાવવાનું કામ પુરુ નથી થઇ રહ્યું

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હજુ તો સ્થિતિ વધારે ખરાબ થવાની છે. બ્રાઝિલના સાઓ પાઉલોની અંદર દક્ષિણ અમેરિકી દેશોનું સૌથી મોટું કબ્રસ્તાન આવેલું છે. જ્યાં મૃતદેહને દફવનારા કર્મચારીઓ હવે 8 કલાકના બદલે 12 કલાક કામ કરી રહ્યા છે. આમ છતા મૃતદેહોને દફનાવવાનું કામ પુરુ નથી થઇ રહ્યું. કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે તેઓ એક લાશને દફનાવે છે, ત્યાં સુધીમાં બીજી 15 લાશો આવી રહી છે. હવે તો રાત્રિના સમયે પણ લાશો દફનાવવાનું કામ શરુ છે, છતા તે પુરુ નથી થતું. દરરોજ મોટી સંખ્યામાં લાશો આવવાના કરાણે કબ્રસ્તાનમાં જગ્યા ઓછી પડી રહી છે.

READ ALSO

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!