GSTV
Kutch Surendranagar ગુજરાત ટોપ સ્ટોરી

કચ્છ-માલવણ હાઈવે ઉપર 2 ટેન્કર વચ્ચે ભયંકર ટક્કર : 6 વાહનોમાં લાગી આગ, એકનું મોત

ટેન્કર

કચ્છ-માલવણ હાઈવે ઉપર હરીપરના પાટીયા પાસે 2 ટેન્કર વચ્ચે અકસ્માત થવાના કારણે ભારે મોટી દુર્ઘટના બની છે. અકસ્માત બાદ ટેન્કરમાં આગ ફાટી નીકળી હતી અને ભારે દોડધામ મચી ગઈ હતી. તે સાથે જ ત્યાંથી પસાર થઈ રહેલા અન્ય 5 વાહનો પણ તેની હડફેટે આવ્યા હતા અને તેમાં પણ આગ લાગી ગઈ હતી. આમ કુલ 6 વાહનોમાં આગ લાગવાના કારણે ભયનો માહોલ સર્જાયો હતો.

ટેન્કર

દુર્ઘટના અંગેની જાણ થયા બાદ ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, હળવદના ફાયર ફાઈટર્સે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતને પગલે બંને તરફ આશરે 5 કિમી લાંબી વાહનોની લાઈન લાગી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાની આશંકા જણાઈ રહી છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લેવા સાથે વાહન વ્યવહારને પૂર્વવત કરવા માટે તજવીજ હાથ ધરી હતી.

આ સિવાય મોરબીના હળવદ હાઈવે પર ટ્રેકટર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયુ છે અને અકસ્માતના કારણે એક કિલોમીટર લાંબો ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. સર્કિટ હાઉસ પાસે ટ્રેલરે ટ્રેકટરને અડફેટે લેતા ટ્રેકટર ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માતમાં મોતને ભેટનારા છેલાભાઈ ભરવાડ ઢવાણા ગામના વતની છે. અકસ્માતની જાણ થતા હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને કાર્યવાહી હાથ ધરી.

Read Also

Related posts

શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ

Zainul Ansari

લમ્પી વાયરસ : 24 કલાકમાં 2517 કેસ તો 110 પશુનાં મોત, 24 જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે વાયરસ

Zainul Ansari

સરકાર જવાબ આપે : 3 દિવસમાં પકડાયું 833 કિલો મેડ ઈન ગુજરાત ડ્રગ્સ

Zainul Ansari
GSTV