GSTV

સૌરાષ્ટ્રમાં ભયંકર ખરાબ સ્થિતિ : ડેમ અોવરફ્લો, નદીઅોમાં પૂર

ગુજરાતમાં ભારે વરસાદને કારણે વધુ ત્રણના મોત થયા છે. ગઇકાલ સુધીમાં વરસાદને કારણે ૧૯ના મોત થયા હતા. વધુ ત્રણના મોત બાદ આ વખતે વરસાદને કારણે રર જણાના મોત થયા છે. આ તરફ રાજયના હજુ ૧પ૭ માર્ગો પર વાહન વ્યવહાર બંધ છે. એક નેશનલ હાઇવે બંધ છે. તો બે સ્ટેટ હાઇવે બંધ છે. ૧૪૪ જેટલા પંચાયતી માર્ગ પણ બંધ છે. સૌરાષ્ટ્રના તેર ગામોમાં વરસાદને કારણે વીજળી ડુલ છે. જેમાં અમરેલીમા પાંચ, જુનાગઢના સાત અને રાજકોટના એક ગામમાં વીજળી નથી. પંચાયતી માર્ગ પણ બંધ છે. સૌરાષ્ટ્રના તેર ગામોમાં વરસાદને કારણે વીજળી ડુલ છે. જેમાં અમરેલીમાં પાંચ, જુનાગઢના સાત અને રાજકોટના એક ગામમાં વીજળી નથી

રાજકોટ : દેરડી ગામે જવાના બેઠી ધાબીના પુલ પર ગાબડા પડ્યા

રાજકોટના જેતપુરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાદર નદીમા ઉપર વાસમાં ભારે વરસાદને કારણે દેરડી ગામે જવાના બેઠી ધાબીના પુલ પર ગાબડા પડ્યા છે. જેથી વાહનચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવે છે.પુલ પર ગાબડા પડતા જેતપુરથી દેરડી, મોણપર, ખંડાલીડા, ભંડારીયા ગામો તરફ જતા વાહન ચાલકો પરેશાન બન્યા છે. બેઠી ધાબીના પુલ પર ગત વર્ષે પણ ગાબડા પડ્યા હતા. જોકે તેને રિપેરિંગ કામ પણ થયુ છે. પરંતુ આ વર્ષે પહેલા વરસાદમાં પુલ ધોવાઈ જતા લોકોમાં તંત્ર સામે રોષ છે.

રાજકોટના જેતપુરમાં સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ઘુસ્યા છે.જેતપુરમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો.જેને લઈને  સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર અને આઈસીયુ વિભાગમાં વરસાદી પાણી ભરાયા હતા. હોસ્પિટલના કર્મચારીઓ પાણી કાઢવાના કામમાં જોતરાઈ ગયા હતા..

શાપર વેરાવળમાં ગઈકાલે વરસેલા ભારે વરસાદને લઈને 150થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયુ છે. સતત બીજા દિવસે શાપર વેરાવળ માં ઝરમર વરસાદ ચાલુ છે. શાપર વેરાવળમાં ગઈકાલે ચાર કલાકમાં સાત ઈંચ વરસાદ વરસ્યો હતો. વેરાવળના ગણેશનગર વિસ્તારમાં હજુ પણ લોકોના ઘરમાં ગોઠણ ડૂબ પાણી ભરેલા છે. તંત્ર દ્વારા આ વિસ્તારના લોકોની મુલાકાત લેવામાં ન આવી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે.

રાજકોટના ગોંડલમાં વહેલી સવારથી વરસાદ જામ્યો છે. ગુરૂવારે પણ આખો દિવસ અહી વરસાદ વરસ્યો હતો. વીતી સાંજના ચાર વાગ્યાથી સવાર છ વાગ્યા સુધીમાં ગોંડલમાં 3. 3 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે ગોંડલના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો સાર્વત્રિક વરસાદને કારણે ગોંડલ પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. રાજકોટ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ગોંડલ.. શાપર.. લોધિકાર.. કોટડા સાંગાણી  તાલુકામાં છથી સાત ઇંચ વરસાદ પડ્યો છે. તો જસદણ. આટકોઠ અને વીંછીયામાં પાંચથી છ ઇંચ વરસાદ પડ્યો છે. કોટડા સાંગાણીમાં આવેલો ગણેશ ઘાટ ડેમ ગણતરીના સમયમાં ઓવર ફ્લો થયો છે. કોટડા સાંગાણીમાં ત્રણ કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો.

જૂનાગઢ – દામોદર કુંડ પણ છલકાયો

જૂનાગઢ જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ થયો છે. સૌથી વધુ જૂનાગઢ તાલુકામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીરનાર પર પણ ભારે વરસાદને કારણે ઝરણા વહેતા થયા હતા. દામોદર કુંડ પણ છલકાયો હતો. જિલ્લાના ભેંસાણ તાલુકામાં છ ઇંચ વરસાદ થયો હતો. તો વંથલીમાં પણ સાડા ચાર ઇંચ વરસાદ થયો હતો. મેંદરડામાં ત્રણ ઇંચ જ્યારે કે કેશોદમાં એક ઇંચ વરસાદ થયો છે. જિલ્લાના આણંદપુર ડેમમાં 5 ફૂટ નવા નીરની આવક થઇ છે. તો વિલિંગડન ડેમ માં 4 ફુટ નવા નીર આવ્યા હતા.

જૂનાગઢના માળિયા હાટિના ખાતે ભારે વરસાદમાં નાળાનુ ધોવાણ થતા જૂનાગઢથી સાસણ, મેદરડા, વિસાવદર, સત્તાધારને જોડતો હાઈવે બંધ થયો છે. જૂનાગઢથી સાસણ,મેંદરડા, વિસાવદર અને સત્તાધાર જતા હાઈવે પર ડુંગરપુર પાસે મોટુનાળુ બનાવવાનું કામ ચાલુ હતી. જોકે જુનુ નાળુ તુટતા મુખ્ય હાઈવે બંધ થઈ ગયો છે અને નવા નાળા પાસે કામ કરતા મુસાફરો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે..

જૂનાગઢના ભેંસાણ ખાતે ઉબેણ નદીમાં તણાયેલા બે યુવકમાંથી એકનું મોત નિપજ્યુછે. ભારે વરસાદને લઈને ઉબેણ નદી બંને કાંઠે વહી રહી છે ત્યારે બે યુવક ઉબેણ નદીમાં તાણાયા હતા.જેમાંથી એકને ગ્રામજનેનોએ બચાવી લીધો છે.જોકે અન્ય એક યુવકનું મોત થયુ છે. નદીના વહેણમાંથી બચી ગયેલા યુવકને ભેંસાણ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. મૃત્યુ પામેલા યુવાનનું નામ નરેન્દ્ર ચુડા છે.જે 22 વર્ષનો હતો. નદીમાં તાણાઈ જવાથી યુવકના મોતના સમચારને લઈને પોલીસ, નાયબ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા તેમજ તપાસ હાથ ધરી હતી..

જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદ કેર લઈને આવ્યો છે. માંગરોળના જૂથળ ગામે કાચુ રહેણાંક મકાન પડી ગયુ હતુ. જેના કારણે ઘરવખરી દટાઈ ગઈ હતી. ભારે વરસાદના કારણે ગામડાઓના રસ્તાઓ પર નદીઓ જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. ભારે વરસાદને લોકોએ હાલાકી વેઠવી પડી રહી છે.પરંતુ ખેડૂતોમાં આનંદ છવાયો છે. ઉનામાં ભારે વરસાદના કારણે નવી વાજડી ગામે પુલ ધરાશાયી થયો છે.જેના કારણે વાજડી ગામે પ્રાથમિક શાળાએ અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓ ફસાયા છે. વિદ્યાર્થીઓ ફસાઈ જતા તંત્રમાં દોડધામ મચી છે.

ગીરસોમનાથ-  4 દિવસથી ભારે વરસાદ

ગીર સોમનાથના ઉના પંથકમાં વરસાદી હેલીનો માહોલ છવાયો છે. સતત બે દિવસથી ભારે વરસાદ વીતી રાતે પણ અવિરત રહ્યો હતો. ભારે વરસાદને કારણે ઉના પંથકના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા.  ઊના સહિત ગ્રામ્ય વિસ્તારમાં બેથી ચાર ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે અમોદ્રા ગામ સંપર્ક વિહોણું બન્યુ હતુ. મછુન્દ્રી નદી બે કાઠે વહેતી થઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં સાંજના છથી સવારના છ સુધીમાં નોંધાયેલા વરસાદ પર નજર કરીએ તો ઉનામાં ત્રણ ઇંચ, કોડીનારમાં ત્રણ ઇંચ, તાલાળામાં બે ઇંચ, ગીર ગઢડામાં બે ઇંચ વરસાદ પડ્યો છે.

ગીર સોમનાથમાં વેરાવળમાં વહેલી સવારથી જ અવિરતપણે વરસાદ ચાલુ છે. ત્યારે વરસાદના પગલે વેરાવળની મોટાભાગની શાળાઓમાં બાળકોને રજા આપી દેવાઇ છે. ગીર સોમનાથમાં વેરાવળ ઉપરાંત સુત્રાપાડા… કોડીનાર… ઉના અને ગીર ગઢડામાં પણ સવારથી વરસાદ વરસી રહ્યો છે. ઉનાના વાજડી ગામે પંચાયતની કામગીરીની પોલ ખુલી છે. પંચાયત દ્વારા ગટર યોજનાના કામો ચાલે છે. જોકે ગટર યોજનાના કામના ખાડામાં એક ગાય ફસાઇ ગઈ હતી.જેને ગૌપ્રેમીઓએ ખાડામાંથી બહાર કાઢી હતી. આ સાથે જ કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા તંત્ર વહેલી તકે કામ પુરુ કરાવીને ગટર કામ માટેના ખાડાઓ પુરે તેવી માંગ કરી છે. ભારે વરસાદના કારણે ગઢડામાં દિવાલ ધરાશાઈ થી હતી. ગીર ગઢડા તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જો કે ગઢડામાં બનેલી આ ઘટનામાં  સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

ગીર સોમનાથના ઉપરવાસમાં ભારે વરસાદથી ઉનાની મચ્છુન્દરી  નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે.છેલ્લા બે દિવસથી ગીર જંગલ વિસ્તાર અને ઉનામાં પણ મેઘ મહેર જોવા મળી રહી છે.જેના કારણે મચ્છુન્દરી નદીમાં નવા નીરની આવક થતા ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે અને આજ સવારે છ વાગ્યાના અરસામાં નદીમાં જળસ્તર એટલુ વધી ગયુ કે ઘોડાપુરની સ્થિતિ બની છે. મોટી સંખ્યામાં લોકો મચ્છુન્દરી નદીના નવા નીર જોવા ઉમટી પડ્ય હતા..તો બીજીતરફ તંત્ર પણ એલર્ટ બની ગયું છે..

ગીર સોમનાથના વેરાવળ, તાલાલા, સુત્રાપાડા તાલુકામાં ચાર દિવસથી ભારે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાઇ ગયા છે.  ખેતરોમાં પાણી ભરાયતા મગફળી અને બીજા પાકના બીયારણનો નાશ થયો છે. હજુ પણ ભારે વરસાદ થતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યુ છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ હોવાથી નદી , નાળામાં ધોધમાર પાણીની આવક થઇ રહી છે. ગીરસોમનાથમાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે..ત્યારે સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી યાત્રિકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છો. શોપીંગ સેન્ટર અને સોમનાથ મંદિર પાસે પાણી ભરાયા છે..

મેઘરાજાએ ગીર સોમનાથ જિલ્લાને ધમરોળી નાંખ્યો છે  ત્યારે ભારે વરસાદને કારણે સુત્રાપાડા તાલુકાનું સુપ્રસિદ્ધ તીર્થધામ પ્રાચીનું માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ થયું હતું. માધવરાયજી ભગવાનની 10 ફૂટની મૂર્તિ પરથી સરસ્વતી નદીનું પાણી વહેતું થયું હતું. અમરેલીના બગસરા વિસ્તારમાંમા પણ ભારે વરસાદ પડ્યો છે. બગસરાની સાતલડી નદીમાં પુર આવ્યા છે. જેના કારણે બગસરામાં ગટરના પાણી પણ બેક મારતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. તો નાગબાપાની ડેરી પાસે આવેલુ જુનુ મકાન પડ્યુ હતુ. જેમાં બાજુમાં રહેતા શખસો બચાવ થયો હતો. જો કે બાઇક દબાઇ ગયુ હતુ.

અમરેલી – ખાંભામાં બારે મેઘ ખાંગા થતા રાયડી નદી ગાંડીતુર બની

અમરેલીના વડીયાના બાવળના બરવાળા ગામે પાણીમાં તણાયેલા યુવકની શોધખોળ ચાલી રહી છે.જોકે આજે પણ પડી રહેલા વરસાદના કારણે શોધખોળમાં વિઘ્ન આવી રહ્યુ છે…વડિયાના બાવળ બરવાળા ગામે ગઈકાલા સાંજે જિતેન્દ્ર પાનુસરિયા નામનો 32 વર્ષનો યુવક તણાયો હતો.જેની હજી સુધી શોધખોળ ચાલી રહી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ યુવાનનો શોધવા પ્રયાસ કરી રહી છે. અમરેલીના રાજુલામાં બારે મેઘ ખાંગા થતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે..પાંચ કલાકમા પાંચ ઈંચ વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાયા છે…રાજુલા પંથકના વિક્ટર, દાતરડી, ખેરા, પટાવા, ચાંચ સહિતના ડુંગર વિસ્તારમાં મઘ મહેર જોવા મળી છે.. રાત્રીના 12 વાગ્યાથી વહેલી સવાર 6વાગ્યા સુધી અનરાધાર વરસાદ  વરસ્યો હતો.. વિક્ટર ગામે આવેલો લેબર ક્વાટર વિસ્તાર બેટમાં ફેરવાયો હતો..

અમરેલીના ખાંભામાં પણ બારે મેઘ ખાંગા થતા રાયડી નદી ગાંડીતુર બની છે અને રાયડી ડેમ ઓવર ફ્લો થયો છે. ખાંભાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે. જેથી રાયડી ડેમમાં નવા નીર આવતા ડેમ ઓવરફ્લો થયો છે..રાયડી ડેમ વહેલી સવારે 5 વાગ્યે ઓવરફ્લો થયો હતો અને બાદમાં 1 દરવાજો 1 ફૂટ ખોલીને 1 લાખ 20 હજાર ક્યુસેક પાણી છોડાયું છે.રાયડી ડેમ ઓવર ફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને હાઈએલર્ટ અપાયુ હતુ..ખાંભામાં રાત્રી દરમ્યાન 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

Related posts

રણનીતિ / હવે ચીનના દુશ્મનોની સાથે હાથ મીલાવશે ભારત, ડ્રગનની નાકમાં દમ કરનારા દેશો સાથે શરૂ થશે વેપાર મંત્રણા

Mansi Patel

બિહાર ચૂંટણીમાં કરોડપતિની બોલબાલા, પહેલા ચરણમાં 1065માંથી 153 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ,આ બે પાર્ટીના 60 ટકા ઉમેદવારો

Mansi Patel

અમદાવાદમાં ખિસ્સા કાતરૂઓ કેવી રીતે પળવારમાં હાથ સફાઇ કરે છે તેનો ડેમો આપ્યો ખુદ પોલીસે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!