ઉત્તરાયણ પર્વ હોય અને કોઈ દુર્ઘટના ન બને તેવું ભાગ્યે જ સર્જાતું હોય છે. ત્યારે અમદાવાદ શહેરના પશ્ચિમમાં આવેલા શ્યામલ જીવરાજ બ્રિજ પર બનવા પામ્યો હતો. પતંગ લૂંટવા જતાં યુવકને બચાવવા જતા બે કારનો ભુક્કો બોલી ગયો હતો. જોકે, આ બનાવમાં યુવકનો તો જીવ બચી ગયો હતો, પરંતુ બે કારનો સોથ વળી ગયો હતો.
જેમાં અમદાવાદમાં ચાંદખેડા ખાતે રહેતાં સાત વર્ષનાં સુભાષ ડામોરને માથામાં ઈજા પહોંચતા તેને અસારવા સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો વસ્ત્રાલ ખાતે રહેતાં ચેતનભાઈ મોદી રસ્તામાં પોતાના વાહન પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ પતંગની દોરી વચ્ચે આવતા તેમના ગળા ઉપર દોરીનો કાપો થયો હતો. જે બાદ તેમને અવધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો જુહપુરામાં રહેતાં વિશાલભાઈ ગોસાઈ પણ રસ્તા જઈ રહ્યા હતા ત્યારે પતંગની દોરી આવતા તેમને ઈજા થઈ હતી અને તેમને જીવરાજ મહેતા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. 55 વર્ષનાં કનૈયાલાલ પટેલ વસ્ત્રાલ ખાતે પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થતાં તેમને સ્પંદન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

અમદાવાદ શહેરમાં ઉતરાયણ પર્વની શરૂઆત થઈ ગઈ છે, લોકો વહેલી સવારથી ધાબા પર પંતગ ઉડાવવા માટે ચડી ગયા છે. બીજી તરફ પવન પણ પંતગ રસીકોનો સાથ આપી રહ્યો છે. ત્યારે આ વચ્ચે અમદાવાદ શહેરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં પતંગની દોરીથી વાહન ચાલકનું ગળું કપાયાની ઘટના સામે આવી છે. અને વાહન ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે, તેને તાત્કાલિકના ધોરણે ખસેડવામાં આવ્યો છે.

- પતંગની દોરીથી વાહન ચાલકનું ગળું કપાયું
- આર ટી ઓ સર્કલ પાસે યુવકનું ગળું કપાયું.
- પતંગની દોરીથી વાહન ચાલક નું કપાયું ગળું.
- જુના વાડજ નો હાર્દિક સોલંકી વાહન લઈને પસાર થતા ઘટના બની
- 108 દ્વારા પીડિત ને સારવાર માટે સિવિલ અસારવા ખસેડાયો

અમદાવાદ શહેરના આર ટી ઓ સર્કલ પાસે યુવાન વાહન લઈને જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી, હાલ ઘાયલ યુવાનને સારવાર હેઠળ અસરવા સિવિલ ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કપાયેલી દોરી એ જીવલેણ સાબિત થઈ રહી છે. અમદાવાદના આર.ટીઓ સર્કલ પાસે યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું. જૂના વાડજમાં રહેતો હાર્દિક નામનો યુવક વાહન લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેના ગળામાં દોરી આવી જતા ઈજાગ્રસ્ત થયો હતો. ઘાયલ થયેલા યુવકને સારવાર માટે અસારવા સિવિલ ખસેડાયો છે.
READ ALSO
- રાહતના સમાચાર: કોવિડનો ગંભીર કાળ વીતી ગયો, સિવિલ હોસ્પિટલમાં માત્ર 73 કોરોના દર્દી
- નવી ગાઈડલાઈન/ હવે થિયેટરમાં 50 ટકા દર્શકો બેસાડી શકાશે, સ્વીમિંગ પુલ સહિત આ બાબતોને મળી મંજૂરી
- સરકારે લીધો મોટો નિર્ણય: હવે ખેડૂતોને મળશે વધારે કિંમત, આ પાક માટે વધારી 375 રૂપિયા MSP
- બાઈડેન સરકારનો મોટો નિર્ણય,અમેરિકામાં ભારતીય પ્રોફેશનલ્સનાં કામને લઈને આપી મોટી રાહત
- જો ભારતમાં લોકોને આટલા જ સમયની અંદર કોરોના વેક્સિન નહીં અપાય તો…