GSTV

ગોઝારી ઘટના / ધોરાજી-ઉપલેટા હાઈવે પર કાર-ડમ્પર વચ્ચે ભીષણ અકસ્માત, કારચાલકનું ઘટનાસ્થળે મોત

Last Updated on October 23, 2021 by GSTV Web Desk

રાજકોટના ધોરાજી-ઉપલેટા હાઈવે પરના રાયધરા પુલ પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા એક યુવાનનું ઘટના સ્થળે મોત થયુ છે. કાર ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના કચ્ચરઘાણ નિકળી ગયો હતો. ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી.

ધોરાજી ઉપલેટા નેશનલ હાઈવે પર સુપેડી ગામ પાસે પાટણવાવ ખાતે રહેતા 43 વર્ષનો યુવાન કાર લઈને પૂર ઝડપે જઈ રહ્યો હતો. તે સમયે માતેલા સાંઢને જેમ આવતા ડમ્પરે કાર ચાલકને ટક્કર મારી હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ થયો હતો અને કારચાલકે અલ્પેશ પેથાણીનું ઘટના સ્થલે મોત થયુ હતુ.

અકસ્માત થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને આ અંગે જાણ કરી હતી. ઘટનાની જાણ થતા ધોરાજી પોલીસ દોડી આવી અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અરથે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Read Also

Related posts

Corona Blast in MSU : આજે વધુ 39 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં, આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ

Dhruv Brahmbhatt

માસ્ક પહેરીને નીકળજો નહીં તો વારો પડી જશે, કોરોનાની નવી SOPને લઇ રાજ્યનાં DGPએ આપી આ ચેતવણી

Dhruv Brahmbhatt

PSIની પ્રેક્ટિકલ પરીક્ષાને લઇ મોટા સમાચાર, દોડમાં 480થી વધુ તો ઊંચાઈમાં 10થી વધુ ઉમેદવારો ઠર્યા નાપાસ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!