GSTV
Business Trending

ઈલેક્ટ્રિક કાર ખરીદનારાઓની ચિંતા થઈ ગાયબ, માત્ર 15 મિનિટમાં ફૂલ ચાર્જિંગ કરી શકે તેવું આવી ગયું છે ચાર્જર

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે છેલ્લા કેટલાક સમયથી દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની વપરાશ વધી છે. ઈલેક્ટ્રીક વાહનોની ખરીદીનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધ્યો છે. છેલ્લા બે વર્ષમાં ઈલેક્ટ્રીક વાહનોની ખરીદીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સરકાર સબસિડી સાથે ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે પણ ઘણા પ્રયાસો કરી રહી છે. આમ છતાં લોકો હજુ પણ ઇલેક્ટ્રિક વાહનોને બદલે પેટ્રોલ-ડીઝલ કાર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. તેનું એક ખાસ કારણ ઈલેક્ટ્રિક વાહનના ચાર્જિંગમાં લાગતો સમય પણ કારણભૂત છે. પરંતુ હવે આવનારા સમયમાં આ સમસ્યા દૂર થવા જઈ રહી છે. ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની અગ્રણી કંપનીએ પોતાનું ઈનોવેટિવ ઓલ-ઇન-વન ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જર લોન્ચ કર્યું છે.

Electric car

એક સાથે 4 વાહનો કરી શકશે ચાર્જ

આ ચાર્જર બજારમાં સૌથી ઝડપી ચાર્જિંગ સુવિધા આપે છે. તેને ન્યૂ ટેરા 360 મોડ્યુલર ચાર્જર નામ આપવામાં આવ્યું છે. તે તેના ડાયનેમિક પાવર ડિસ્ટ્રિબ્યુશન સાથે એકસાથે ચાર ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જ કરી શકે છે. નવા ચાર્જરનું મહત્તમ આઉટપુટ 360kW છે અને તે કોઈપણ ઈલેક્ટ્રિક કારને 15 મિનિટથી ઓછા સમયમાં સંપૂર્ણ ચાર્જ કરવા સક્ષમ છે. આ ચાર્જર ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. હાલમાં ટેસ્લા સુપરચાર્જરને 80% ક્ષમતા સુધી ચાર્જ કરવામાં લગભગ 30 મિનિટ લાગે છે.

તમામ જરૂરિયાતોને પૂર્ણ કરે છે આ ચાર્જર

ઇ-મોબિલિટી ડિવિઝનના પ્રમુખ ફ્રેન્ક મુહલોને જણાવ્યું હતું કે, વિશ્વભરની સરકાર જળવાયુ પરિવર્તન સામે લડવા માટે ઈલેક્ટ્રિક વ્હિકલ અને ચાર્જિંગ નેટવર્કમાં વધારો થાય તેવા પ્રયાસો કરી રહી છે. સૌથી વધુ માગ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ટરને વેગ આપવા માટેની છે. આવા ચાર્જિંગ સ્ટેશનો વિકસાવવાની ખાસ માંગ છે, જે ઝડપી, સુવિધાજનક અને ઓપરેટિંગમાં સાવ સરળ હોય. ટેરા 360 ચાર્જિંગ આ જરૂરિયાતોને પૂર્ણ કરે છે.

ભારતને ટૂંક સમયમાં મળશે આ સુવિધા

કંપની વિવિધ દેશોમાં ટેરા 360 લોન્ચ કરવા માટે તૈયાર છે. આ ટેક્નોલોજીને ભારતમાં પહોંચવામાં બહુ વધારે સમય નહીં લાગે. કંપનીએ અત્યાર સુધીમાં 80 થી વધુ દેશોમાં 14,000 થી વધુ ડીસી ફાસ્ટ ચાર્જર ઇન્સ્ટોલ કર્યા છે. 2020 માં કંપનીએ બીવાયએલપી માટે ઈવી મોટર્સ ઈન્ડિયાના સહયોગથી દિલ્હીમાં પહેલું સાર્વજનિક ડીસી ફાસ્ટ ચાર્જર લોન્ચ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા

GSTV Web News Desk

ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો

Vishvesh Dave

WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો

Hardik Hingu
GSTV