ભારત અને ચીન બન્ને દેશો વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ વચ્ચે મહત્વની વાત સામે આવી છે. ચીને સરહદ પર શાંતિ જાળવવા અને સ્થિતિને સામાન્ય બનાવવા માટે કોઈપણ અનિચ્છનિય ઘટનાને રોકવા માટે તૈયારી દર્શાવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચે 14માં તબક્કાની સીનિયર કમાન્ડર લેવલની બેઠક આગામી ટૂંક સમયમાં યોજાશે.

વિદેશ મંત્રાલયના મતે સરહદ પર શાંતિ જાળવવા માટે બન્ને દેશો એલએસી નજીક ઈસ્ટર્ન લદ્દાખમાં વિવાદના અન્ય મુદ્દાઓ પર વહેલી તકે ઉકેલ લાવવા રાજી થયા છે. બન્ને દેશો દ્વિપક્ષીય સમજૂતિ અને પ્રોટોકોલ્સ દ્વારા આ ગૂંચવાયેલા મુદ્દાઓને ઉકેલવા માંગે છે જેથી શાંતિ સ્થાપી શકાય.

વિદેશ મંત્રાલયે ભારત-ચીન રાજદ્વારી વાટાઘાટ અંગે જણવ્યું કે બન્ને દેશોએ પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પડતર મુદ્દાઓનું વહેલી તકે સમાધાન જરૂરી હોવાને લઈને બન્ને પક્ષે સહમતિ દર્શાવી છે. ગુરુવારે ભારત-ચીન સરહદી મુદ્દાઓ પર પરામર્શ અને સમન્વય માટે વાતચીત થઈ હતી. અગાઉ દુશાંબેમાં બન્ને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે પણ બેઠક મળી હતી જેમાં નક્કી થયું હતું કે બાકીના મુદ્દાઓ પર પણ વહેલી તકે ઉકેલ લાવવો જોઈએ.
Read Also
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો