GSTV
India News Trending

ચીન પર તણાવ મુદ્દે કાલે સર્વદળીય બેઠક, આપ પાર્ટીને નિમંત્રણ નહીં મળતા લાલઘુમ

ભારત અને ચીન વચ્ચે વધતા તણાવને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સર્વદળીય બેઠક બોલાવી છે. સાંજે 5વાગ્યે મળનારી આ બેઠકમાં અલગ અલગ પાર્ટીયોના અધ્યક્ષ હાજર રહેશે. આ બેઠકમાં ભારત-ચીન વચ્ચેના સીમા વિવાદને લઈને ચર્ચા કરાશે. પીએમ મોદી આ બેઠકમાં કોણ કોણ ભાગ લેશે તેનું લીસ્ટ પણ આપી દીધું છે. આ લીસ્ટમાં આમ આદમી પાર્ટીને નિમંત્રણ મળ્યું નથી.

જે પાર્ટીઓના 5થી વધારે સાંસદ છે માત્ર તેને જ બેઠકમાં નિમંત્રણ

સુત્રોના જણાવ્યા પ્રમાણે જે પાર્ટીઓના 5થી વધારે સાંસદ છે માત્ર તેને જ બેઠકમાં હાજર રહેવાનું નિમંત્રણ આપવામાં આવ્યું છે. બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદ, JMMના અધ્યક્ષ હેમંત સોરેન, ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી, ટીડીપીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુ હાજર રહેશે.

આ નેતા રહેશે હાજર

  • શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે
  • લોક જનશક્તિપાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાન
  • શિરોમણી અકાલી દલના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ
  • ટીઆરએસ પ્રમુખ અને તેલંગણાના સીએમ ચંદ્રશેખર રાવ
  • બીજુ જનતાદલના અધ્યક્ષ અને ઓડિશાના સીએમ નવીન પટનાયક
  • સીપીઆઈ-એમના મહાસતિવ સીતારામ યેચુરી
  • એનસીપી ચીફ શરદ પવાર
  • YSR કોંગ્રેસના અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડી
  • JDUના અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર

નિમંત્રણ નહીં મળવાથી ભડકી આપ

સર્વદળીય બેઠકમાં હાજર રહેવા માટે નિમંત્રણ નહી મળતા આમ આદમી પાર્ટી ભડકી છે. આપના સાંસદ સંજય સિંહે જણાવ્યું કે, કેન્દ્રમાં એક અહંકારથી ચાલતી સરકાર ચાલી રહી છે. આમ આદમી પાર્ટીની દિલ્લીમાં સરકાર છે. પંજાબમાં મુખ્ય વિપક્ષી પાર્ટી છે. 4 સાંસદ છે. પરંતુ કોઈપણ મહત્વપૂર્ણ વિષય પર ભાજપાએ આપની સલાહ નથી જોઈતી. કાલની બેઠકમાં પ્રધાનમંત્રી શું બોલશે તેની દેશ રાહ જોઈ રહ્યું છે.

Related posts

UNSCની અધ્યક્ષતા કરશે રશિયા, યુક્રેને કહ્યું- આ એપ્રિલ ફૂલની સૌથી ખરાબ મજાક છે

Hina Vaja

આયર્નની ઉણપ હોય ત્યારે શરીર આ સંકેત આપે છે, તેને તરત ઓળખો, નહી તો ગંભીર તકલીફ થશે

Hina Vaja

Beauty Tips/ ડાર્ક સર્કલ્સથી બગડી રહી છે ચહેરાની સુંદરતા?, આ બે વસ્તુઓથી કરો ઈલાજ

Siddhi Sheth
GSTV