યુક્રેનને લઈને અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વધી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને સ્પષ્ટ કરી દીધું છે કે જો રશિયા યુક્રેન પર હુમલો કરશે તો રશિયાએ ભારે કિંમત ચૂકવવી પડશે અને ભયાનક આર્થિક પરિણામો ભોગવવા પડશે. બાઇડન આ મામલે રશિયાને ચેતવણી આપી ચૂક્યા છે. સેટેલાઇટ ફોટોઝમાં રશિયા યુક્રેનની સરહદ પર સૈનિકોની તૈનાતીમાં વધારો કરી રહ્યું છે.
બાઇડને પત્રકારોને જણાવ્યું હતું કે, રશિયન હુમલાની સ્થિતિમાં યુક્રેનમાં યુ.એસ.ના ગ્રાઉન્ડ કોમ્બેટ સૈનિકો મોકલવાની સંભાવના ક્યારેય ટેબલ પર નહોતી. જો કે, અમેરિકા અને નાટોએ બચાવ કરવા માટે પૂર્વ યુરોપમાં સૈનિકો મોકલવાની અને દળ વધારવાની જરૂર પડશે. બાઇડને કહ્યું, ‘મેં રાષ્ટ્રપતિ પુતિનને સ્પષ્ટપણે કહી દીધું હતું કે, જો તે યુક્રેન તરફ આગળ વધશે તો તેમની અર્થવ્યવસ્થા માટે આર્થિક પરિણામો વિનાશક બનશે.’ અમેરિકન રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, તેમણે રશિયન નેતાને સ્પષ્ટપણે કહ્યું હતું કે, યુક્રેનમાં ઘુસણખોરીના કિસ્સામાં વિશ્વમાં રશિયાની સ્થિતિ સ્પષ્ટપણે બદલાશે.

અમેરિકી પ્રયાસોથી રશિયા સાથે મળી શકે છે વાતચીતની તક :
અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીએ શુક્રવારના રોજ કહ્યું હતું કે, અમેરિકાના રાજદ્વારી પ્રયાસોથી રશિયા સાથે વાટાઘાટો માટે વધુ તકો મળવાની અપેક્ષા છે, જે દેશની સરહદ નજીક રશિયન દળોની વધતી હાજરીને કારણે થતા તણાવને હળવો કરવામાં મદદ કરી શકે છે. શુક્રવારના રોજ યુક્રેનની ટીવી ચેનલ ‘1 પ્લસ 1’ને આપેલા ઇન્ટરવ્યુમાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, ફ્રાન્સ અને જર્મની સાથે સંકળાયેલા કહેવાતા નોર્મેન્ડી ફોર્મેટ ઉપરાંત અમારા પ્રયાસો રશિયા સાથે વાતચીત માટે બીજું પ્લેટફોર્મ ઉભુ કરી શકે છે.

યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, યુ.એસ.અને યુક્રેનના યુરોપિયન સાથીઓ મદદથી તે પોતાની અને પુતિન વચ્ચેની સીધી વાતચીતની સંભાવનાને નકારી રહ્યા નથી. ઝેલેન્સ્કીએ બંને દેશો વચ્ચે પુતિન સાથે ઘણીવાર સીધી વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો છે પરંતુ, તેનો કોઈ ફાયદો થયો નથી. ઝેલેન્સ્કીએ કહ્યું કે, હું યુરોપિયન સાથીઓ અને અમેરિકા તરફથી આ માટે સહકાર મળતો દેખાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, બાઇડન સાથે ફોન પર વાતચીત દરમિયાન તેમને કહેવામાં આવ્યું હતું કે, રશિયાએ અમેરિકા અને સમગ્ર વિશ્વને ખાતરી આપી છે કે તેનો ઇરાદો સ્વતંત્ર દેશના વિસ્તારમાં તણાવ વધારવાનો નથી.

Read Also
- સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST
- BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત
- RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે
- ‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે મોઘું
- શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો