GSTV

ચિંતાનો વિષય: એશિયાઈ વિકાસ બેન્કે ઘટાડયો ભારતનો આર્થિક વિકાસ દર: GDP 10% રહે તેવું અનુમાન

મોદી

Last Updated on September 22, 2021 by pratik shah

એશિયાઈ વિકાસ બેન્કએ ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરથી થયેલા નુકસાનના કારણે ચાલુ નાણાકીય વર્ષ માટે દેશના આર્થિક વૃદ્ધિ અનુમાનને ઘટાડીને 10 ટકા કરી દીધો, પહેલા ADBએ 11 ટકા રહેવાનુ અનુમાન લગાવ્યુ હતુ. એડીબીએ બુધવારે પોતાના તાજેતરના આર્થિક પરિદ્રશ્યમાં કહ્યુ કે નાણાંકીય વર્ષ 2021 માટે ભારતના વૃદ્ધિ પૂર્વાનુમાનને સંશોધિત કરવામાં આવ્યા છે. આ વર્ષે મે માં કોવિડ-19ના કેસમાં વધારાનુ કારણ આવુ કરવામાં આવ્યુ.

અર્થતંત્ર

એડીબીએ કહ્યુ કે જોકે સંક્રમણ અનુમાનની સરખામણીએ વધારે ઝડપી કાબુમાં આવી ગયુ. જેના કારણે કેટલાક રાજ્યોએ લોકડાઉનમાં ઢીલ આપી અને પરિસ્થિતિ તેજીથી સામાન્ય થઈ. તેમ છતાં દેશને આર્થિક મોર્ચે ઝટકો લાગ્યો છે. જેના કારણે વિકાસ દરમાં થોડી પડતી આવી શકે છે.

એશિયન ડેવલપમેન્ટ સિનેરિઓ અપડેટ (ADOU) 2021 જણાવે છે કે, ‘નાણાકીય વર્ષ 21 ના ​​બાકીના ત્રણ ક્વાર્ટરમાં અર્થતંત્રમાં તેજી આવવાની ધારણા છે અને તે સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન 10 ટકાના દરે વધવાની ધારણા છે, જ્યારે નાણાકીય વર્ષ 2022 માં તે 7.5 ટકાના દરે રહી શકે છે.

અગાઉ એપ્રિલમાં, એડીબીએ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 11 ટકાના વિકાસ દરનો અંદાજ મૂક્યો હતો. એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB) અનુસાર, સ્થાનિક વપરાશમાં લાંબા સમય સુધી પુન પ્રાપ્તિ હોવા છતાં, ચીનનો વિકાસ દર ભારત કરતાં વધુ મજબૂત રહેશે.

READ ALSO

Related posts

અબજોપતિ એલન મસ્કે ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલની સરમુખત્યાર સાથે કરી સરખામણી, નેટિઝન્સે લીધી મજા

Zainul Ansari

Stock Market Closed / શેરબજારમાં જબરદસ્ત તેજી; સેન્સેક્સ 776 પોઈન્ટના ઉછાળા સાથે બંધ, નિફ્ટી 17400ના સ્તરે

Vishvesh Dave

મુંબઈ અટેક / 26/11 આતંકવાદી હુમલાને લઈ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીનો સનસનીખેજ દાવો, જણાવ્યું કોણ હતું ષડયંત્ર પાછળ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!