GSTV

કોંગ્રેસ ભરાઈ/ કોરોના મહામારી વચ્ચે આ સીએમ સામે 38 ધારાસભ્યોની બગાવત, બાગીઓનો હવે આર-યા-પારનો જંગ

કોંગ્રેસ

Last Updated on May 9, 2021 by Damini Patel

પંજાબમાં નવજોત સિંહ સિધ્ધુએ કેપ્ટન અમરિન્દર સિંહ સામે આર યા પારનો જંગ ખેલવાનું નક્કી કરી લીધું હોવાના અહેવાલ છે. સિધ્ધુએ કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ કેપ્ટન વિરૂધ્ધ રજૂઆત કરવા બોલાવેલી બેઠકમાં બે મંત્રી સુખજિંદર રંધાવા અને ચરણજીત ચન્ની સહિત ૩૮ ધારાસભ્યો હાજર હતા.

પંજાબમાં ૧૧૭ ધારાસભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના કુલ ૮૦ ધારાસભ્યો છે. અત્યાર લગી એકલા લડતા સિધ્ધુને પ્રતાપસિંહ બાજવા અને સાંસદ સમશેરસિંહ દુલ્લોએ ટેકો આપતાં કેપ્ટન સામેનો અસંતોષ બળવામાં પરિણમે તેવો ખતરો ઉભો થઈ ગયો છે.

બાગીઓનો હવે આર-યા-પારનો જંગ

આ ધારાસભ્યોનો આક્ષેપ છે કે, અકાલી દળની સરકાર વખતે થયેલા ધર્મગ્રંથના અપમાનમાં પ્રકાશસિંહ બાદલ સામેનો કેસ કેપ્ટન ફૂટી ગયા તેમાં ઉડી ગયો છે. કેપ્ટને તેમના સંબંધો સાચવવા બાદલને સરળતાથી જવા દીધા તેના કારણે કોંગ્રેસની આબરૂને ફટકો પડયો છે. આ ઉપરાંત પંજાબમાં ડ્રગ્સનો કારોબાર ચલાવનારા માફિયાઓ સામે પણ કેપ્ટન પગલાં લેતા નથી. કોંગ્રેસ જે વચનો આપીને સત્તામાં આવી હતી એ પૈકી એક પણ વચન નહીં પાળ્યું હોવાથી લોકોમાં અસંતોષ હોવાનો મુદ્દો પણ ઉઠાવાશે.

Read Also

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!