GSTV
Ahmedabad Trending ગુજરાત

બેંક ડિપોઝીટનાં વ્યાજની ૭૨ કરોડની રકમ કયાં જમા કરાઈ? વહીવટી તંત્ર દ્વારા નથી અપાઈ રહી વિગત

AMC

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રમાં રીંગણાં લેને દસબાર જેવો વહીવટ જોવા મળી રહયો છે. કથળેલી આર્થિક પરિસ્થિતિની વચ્ચે સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવેલા વાર્ષિક હીસાબમાં બેંક ડીપોઝીટમાંથી થયેલ વ્યાજની આવક ૬૮.૬૮ કરોડ તથા અન્ય વ્યાજની ૩.૧૨ કરોડથી વધુ એમ કુલ મળીને ૭૨ કરોડની રકમ કઈ-કઈ બેંકમાં કેટલા વ્યાજથી જમા કરાઈ એ અંગે ઓડીટ વિભાગને વિગત અપાઈ નથી. ઉપરાંત ગ્રાન્ટ પેટે ૪૭.૮૬ લાખથી વધુ રકમ મ્યુચ્યુઅલ ફંડમાંથી કોને-કોને અને શા માટે ચૂકવવામાં આવી તે અંગેની વિગતો ઉપર પણ ઢાંક પિછોડો કરવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની કથળેલી આર્થિક સ્થિતિની વચ્ચે વર્ષ-૨૦૧૮-૧૯ના વર્ષ દરમિયાન એકાઉન્ટના તિજોરી વિભાગ દ્વારા કુલ કેટલી ફિકસ ડીપોઝીટ રીન્યુ કરવામાં આવી,કેટલી ફિકસ ડીપોઝીટ એનકેશ કરવામાં આવી.જે અંગેની વિગત તારીખ સાથે ઓડિટ વિભાગને આપવામાં ના આવી હોવાનો વર્ષ-૨૦૨૦-૨૧ના વાર્ષિક અહેવાલમાં ઘટસ્ફોટ થવા પામ્યો છે.કોરોના મહામારી બાદ રજુ કરવામાં આવેલા વાર્ષિક અહેવાલમાં તિજોરી વિભાગ દ્વારા કરવામાં આવતી ફિકસ ડીપોઝીટ કે પ્રિ-એનકેશ ફિકસ ડીપોઝીટ કરવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(ફાયનાન્સ)ના પાવર્સ અંગેની વિગત પણ આપવામાં આવી ના હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રોકાણ

વર્ષ-૨૦૨૯-૨૦ના વાર્ષિક હીસાબ સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતા.જેમાં બેંક ડીપોઝીટમાંથી થયેલી વ્યાજની આવક ૬૮,૬૮,૬૭,૦૬૮ તેમજ અન્ય વ્યાજની રુપિયા ૩,૧૨,૪૨,૯૮૫ એમ કુલ મળીને ૭૨ કરોડથી વધુ વ્યાજની આવક અંગે મ્યુચ્યુઅલ ફંડનું કઈ-કઈ બેંકમાં કેટલા વ્યાજદરની કેટલી ફિકસ ડીપોઝીટ મુકવામાં આવી છે.આ અંગેની મંજુરીની વિગત ઓડિટ વિભાગને આપવામાં આવી નથી.ઉપરાંત અન્ય વ્યાજની ૩.૧૨ કરોડની આવક જે મ્યુચ્યુઅલ ફંડના કયા ઈન્વેસ્ટમેન્ટ ઉપર વ્યાજ મળેલ છે એ અંગેની મંજુરીની વિગત હતી કે કેમ? એ અંગે ઓડિટ વિભાગને જાણ કરાતી નથી.વર્ષ-૨૦૧૯-૨૦ના વાર્ષિક હીસાબમાં ગ્રાન્ટ પેટે ૪૭,૮૬,૨૨૯ ચૂકવવામાં આવેલ છે.જે રકમ મ્યુચ્યુઅલ ફંડમાંથી કોને-કોને અને તે શા માટે ચૂકવવામાં આવી હતી તેની વિગતો મુળ મંજુરી સાથે ઓડિટ વિભાગ સમક્ષ રજૂ કરવામાં આવેલ નથી.

કઈ-કઈ બેંકોમાં કેટલી અને કયા સમય સુધીની ફિકસ ડીપોઝીટ છે એ વિગતો ઉપર રહસ્ય

૩૧ માર્ચ-૨૦૨૦ની સ્થિતિએ જુદી-જુદી બેંકોમાં કેટલા સમયની,કેટલી રકમની,કેટલા ટકા વ્યાજની ફિકસ ડીપોઝીટ હતી.નવી કેટલી ફિકસ ડીપોઝીટ કરવામાં આવી?કેટલી ફિકસ ડીપોઝીટ મેચ્યોરડ થઈ અને કેટલી ફિકસ ડીપોઝીટ પ્રિ-એનકેશ કરવામાં આવી એ અંગેની વિગત ઉપર પણ ઓડિટ વિભાગને આપવામાં આવતી નથી.

પેન્શનરોની ઈન્કમટેકસ કપાત ના કરાતી હોવાનો પણ વિવાદ

ઈન્કમટેકસનાં કાયદા મુજબ, પેન્શનરોને મળવાપાત્ર પેન્શનમાંથી ઈન્કમટેકસ કપાત કરવાનો નિયમ અમલમાં છે.આમ છતાં પેન્શનરોના પેન્શનમાંથી ઈન્કમટેકસની રકમ કપાત કરાતી નથી.પેન્શનરોના કીસ્સામાં કયા કારણથી ઈન્કમટેકસની રકમ કપાત કરાતી નથી? કોઈ ખાસ મુકિત મળેલી છે કે કેમ? આ અંગે એકાઉન્ટ વિભાગ તરફથી ઓડિટ વિભાગને વિગત માંગવા છતાં આપવામાં આવતી નથી.

Read Also

Related posts

તૈયાર રહેજો/ 15 અને 16 ઓગસ્ટે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ: બંદરો પર લગાવાયુ એક નંબરનું સિગ્નલ, હવામાન વિભાગે કરી છે આવી આગાહી

Karan

સમીકરણ બદલાશે/ મહારાષ્ટ્ર્રમાં લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટીની જીતવાની શક્યતા, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

Binas Saiyed

T20 WC 2022/ આ બે ક્રિકેટર T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર! ગંભીર ઈજાને કારણે BCCIએ આપી આ જાણકારી

Hemal Vegda
GSTV