GSTV

વિમ્બલડનના ખેલાડીઓને મોટી રાહત, ટુર્નામેન્ટ રદ થવા છતા પણ પ્રાઇસ મની મળશે

Last Updated on July 11, 2020 by Mansi Patel

કોરોના વાયરસની મહામારીને કારણે આ વર્ષે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ટેનિસ ટુર્નામેન્ટ વિમ્લડન ગ્રાન્ડસ્લેમ યોજાનારી નથી પરંતુ તેમ છતાં તેના 620 ખેલાડીઓ વચ્ચે 1.25 કરોડ ડોલરની ઇનામી રકમની વહેંચણી કરવામાં આવશે તેમ યજમાન ઓલ ઇંગ્લેન્ડ ક્લબે જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટ માટેની વીમા કંપની સાથે મસલત કર્યા બાદ આયોજકોએ જણાવ્યું હતું કે મેઇન ડ્રોમાં ભાગ લેનારા 256 ખેલાડીને દરેકને 31 હજાર ડોલરની રકમ આપવામાં આવશે.

આ ઉપરાંત જે 224 ખેલાડી ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ભાગ લેનારા હતા તે તમામને 15,600 ડોલરની રકમ આપવામાં આવશે. ઓલ ઇંગ્લેન્ડ ક્લબના સીઇઓ રિચર્ડ લૂઇસે જણાવ્યું હતું કે ચેમ્પિયનશિપ રદ થયા બાદ તરત જ અમે આ બાબત પર ધ્યાન આપ્યું હતું કે એ લોકોને કેવી રીતે મદદ કરી શકાય જે લોકો વિમ્બલડનનું આયોજન કરવામાં અમને મદદ કરતા હોય છે. જે ખેલાડીઓ ડબલ્સમાં ભાગ લેનારા હતા તે તમામને 7800 ડોલર તથા વ્હીલચેર ટુર્નામેન્ટમાં ભાગ લેનારા 16 ખેલાડીને 7500 ડોલરની રકમ એનાયત કરાશે.

READ ALSO

Related posts

ઓમિક્રોન સંક્રમણને રોકવા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વર્તમાન પરિસ્થિતિ અંગે વ્યક્ત કર્યું દુઃખ

GSTV Web Desk

કાયદા બધા માટે સમાન / જાગૃત નાગરિકે પોલીસને કરાવ્યું કાયદાનું ભાન, ટ્રાફિક પોલીસે નો પાર્કિંગ, નંબર પ્લેટ, કાળા કાચ અને પીયૂસીનો ફાડ્યો મેમો

GSTV Web Desk

હેલ્થ ટિપ્સ / ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી છે આ વસ્તુનું સેવન, કરો ઉપયોગ અને મેળવો તુરંત લાભ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!