GSTV

જૂતા અને મેલાં મોજાને કારણે મળે છે સફળતા, અત્યાર સુધીમાં 701 કરોડ રૂપિયા જીત્યા

Last Updated on May 28, 2020 by Mansi Patel

કોઇ પણ રમતમાં મોખરે પહોંચવા માટે ખેલાડીઓ આકરી તપસ્યા કરતા હોય છે. પોતની કલાને નિખારવી, ભૂલોમાં સુધારા કરવા વગેરે ઉપરાંત માનસિક સકારાત્મકતા પણ એટલી જ જરૂરી હોય છે.  આ માટે ઘણા ખેલાડી અંધવિશ્વાસ કે વિવિધ ટૂચકાનો પ્રયોગ પણ કરતા રહેતા હોય છે. આવી જ એક સ્ટાર છે અમેરિકાની ટેનિસ સામ્રાજ્ઞી સેરેના વિલિયમ્સ. તે પોતાની સફળતા માટે રસપ્રદ ટૂચકાઓની મદદ લેતી રહે છે. ઘણી વાર તો પરાજય માટે તેણે પોતાની રમત કે ટેકનિક નહીં પરંતુ આ ટૂચકાનો યોગ્ય ઉપયોગ નહી કરવાને જવાબદાર ઠેરવ્યા છે.  701 કરોડ રૂપિયાની ધનરાશી હાંસલ કરી ચૂકેલી સેરેના વિલિયમ્સ કેવી રીતે ટૂચકા કરે છે તેની ઉપર એક નજર…

સફળતા માટે જૂતા જવાબદાર

ઓસ્ટ્રેલિયાનો સફળ ક્રિકેટર પોતાની સફળતા માટે જૂત્તાને જવાબદાર માને છે તેવી જ રીતે સેરેના વિલિયમ્સની પણ આવી જ વાત છે. અન્ય રમતોની માફક ટેનિસની રમતમાં પણ ખેલાડી પોતાની રીતે જૂત્તાની ડિઝાઇન કરાવતા હોય છે. સેરેના પાસે પણ એવા જૂત્તા છે જેનાથી તેને આરામ મળે છે.તે ઝડપથી કોર્ટ પર દોડી શકે છે. તે પોતાના જૂત્તાની દોરીને લઈને અંધવિશ્વાસુ છે. તે એવી રીતે દોરી બાંધે છે કે મેચ દરમિયાન દોરી ખૂલી જાય નહીં. તે એમ માને છે કે દોરી ખૂલી જાય તો તે મેચ જીતી શકતી નથી. આ ઉપરાંત તે ટેનિસ કોર્ટ પર આવે ત્યારે પોતાના શાવર સેન્ડલ પહેરીને જ પ્રવેશે છે અને કોર્ટ પર આવ્યા બાજ જૂત્તા પહેરે છે.

મેચ દરમ્યાન સેરેનાની માન્યતા

તે મોજાને લઈને પણ સાવચેત છે. તે એક વાર કોઈ મેચ જીતે તો ત્યાર પછીને મેચમાં એ જ મેલા મોજા પહેરીને રમવા આવે છે. એનો અર્થ એ થયો કે તે જ્યાં સુધી મેચ જીતતી રહે ત્યાં સુધી મોજા ધોતી નથી.આ ઉપરાંત પણ તે એક માન્યતા ધરાવે છે. તે સર્વિસ કરતી વખતે અલગ અલગ રીતે બોલને બાઉન્સ કરાવે છે. જો તે પહેલી સર્વિસ કરતી હોય તો પાંચ વાર બોલનો ટપ્પો પાડે છે. બીજી સર્વિસમાં તે માત્ર બે જ વાર બોલનો ટપ્પો પાડીને પછી સર્વિસ કરે છે. તે કહે છે કે આ જ કારણે તેના નામે વિમ્લબડનમાં વર્લ્ડ રેકોર્ડ 110 એસ ફટકારી શકી છે.

READ ALSO

Related posts

ભગવાનના દ્વાર ખુલશે / ભગવાન કૃષ્ણના ભક્તો માટે ખુશખબર, આવતીકાલથી ખુલ્લુ મુકાશે દ્વારકાધીશ મંદિર

GSTV Web Desk

ભાજપમાં જોડાતા જ વિજય સુવાળાનો વાણી વિલાસ આવ્યો સામે, અનુસુચિત જાતિ અને દેવીપૂજક સમાજને વિરુદ્દ કરી વિવાદિત ટિપ્પણી

GSTV Web Desk

જો પ્રિયંકા ગાંધી મારી સામે ચૂંટણી લડશે તો સ્પષ્ટ થઈ જશે કે હવે રાયબરેલી કોંગ્રેસનો ગઢ રહ્યુ નથી : અદિતિ સિંહ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!