GSTV

સેરેના અને વીનસ ઓકલેન્ડ ક્લાસિક ટૂર્નામેન્ટમાં બની ઉલટફેરનો શિકાર

બ્રેંગલએ બે કલાક 13 મિનિટના સંઘષ બાદ સેરેનાને 6-4, 6-7, 6-4થી હાર આપી હતી. 26 વર્ષિય બેંગલેએ પહેલા સેટમાં 1-4થી પાછળ રહ્યાં બાદ જોરદાર વાપસી કરતા સેટ પોતાના નામે કર્યો હતો. સેરેનાએ બીજા સેટમાં પાછળ રહ્યાં બાદ વાપસી કરી હતી અને તેને ટાઇબ્રેકરમાં જીતી મેચને ત્રીજા સેટમાં ધકેલી દીધી હતી. જો કે, નિર્ણાયક સેટમાં આકરા સંઘર્ષ છતાં સેરેના 72માં રેન્કિગની બ્રેંગલે સામે મેચ હારી ગઇ હતી.

જ્યારે સેરેનાની મોટી બહેન અને પૂર્વ નંબર એક ખેલાડી વીનસ વિલિયમ્સને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. જમણા હાથમાં દુ:ખાવો થવાના કારણે તેને મેચની બહાર થવું પડ્યું હતું. વીનસ હટતા જાપાનની નાઓમી ઓસાકાને વોકઓવર મળ્યો છે.

Related posts

નવેમ્બરમાં યોજાનારી પેરિસ માસ્ટર્સમાં રફેલ નડાલ રમશે

Mansi Patel

પીવી સિંધુના પિતાએ પુલેલા ગોપીચંદ પર લગાવ્યો આરોપ, જણાવ્યું દીકરીને શા માટે જવુ પડ્યુ લંડન

Ankita Trada

જાપાનની નોઝોમી ઓકુહારાએ ડેનમાર્ક ઓપનનો ખિતાબ જીત્યો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!