GSTV

ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર ઈલી નસ્તાસે 73 વર્ષની વયે પાંચમા લગ્ન કર્યા, પત્ની છે 30 વર્ષ નાની

એક સમયે ટેનિસજગતમાં નામ રોશન કરનારા અને સાત ગ્રાન્ડસ્લેમ જીતનારા ઇલી નસ્તાસે  73 વર્ષની વયે પોતાના કરતાં 30 વર્ષ નાની એટલે કે 43 વર્ષની ઇયોન સિમિયન સાથે લગ્ન કર્યા છે. મજાની વાત તો એ છે કે છેલ્લા બે વર્ષથી બંને ડેટિંગ પર હતા. નસ્તાસેએ તેમની કારકિર્દીમાં સાત ગ્રાન્ડસ્લેમ જીત્યા છે અને એક સમયે તેઓ ટેનિસ ક્રમાંકમાં વર્લ્ડ નંબર વન હતા.

નસ્તાસે એ સાત ગ્રાન્ડસ્લેમ જીત્યા ત્યારે સિમિયનનો જન્મ પણ થયો ન હતો. નસ્તાસે અત્યાર સુધીમાં ચાર લગ્ન કરી ચૂક્યા હતા. અગાઉની ચાર પત્નીઓથી તેમને ચાર પુત્રી અને એક પુત્ર છે. રોમાનિયાના એક શહેરના રિસોર્ટમાં સાદગીથી પરંતુ મનમોહક સમારંભમાં નસ્તાસેએ લગ્ન કર્યા હતા.

આ લગ્નમાં રોમાનિયાના ભૂતપૂર્વ ફૂટબોલર સિપ્રિયન મારિકા અને તેમની પત્નીએ પણ હાજરી આપી હતી. નસ્તાસે અને સિમિયને આમ તો ગયા વર્ષે એપ્રિલમાં જ કોર્ટ મેરેજ કરી નાખ્યા  હતા પરંતુ તેઓ ચર્ચ સમારંભની રાહ જોઈ રહ્યા હતા.   તેમણે મીડિયાને જણાવ્યું હતું કે આ કોઈ મોટો સમારંભ ન હતો. અમ ચર્ચ સમારંભમાંથી નીકળીને એક રેસ્ટોરામાં જમવા ગયા અને ત્યાં સાદુ ભોજન લીધું. અમે કોઈ ધમાકેદાર કરવા માગતા ન હતા. માત્ર પરિવારજનો સાથે સાદગીથી આમ કર્યું હતુ. મારી પત્ની પણ એમ જ ઇચ્છતી હતી. 2018માં જ નસ્તાસેએ તેમની ચોથી પત્નીને ડિવોર્સ આપી દીધા હતા.

READ ALSO

Related posts

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા આજે વધુ 7 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

Nilesh Jethva

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ દુર્ઘટના મામલે 5 ડોક્ટરો સામે ગુન્હો દાખલ

Nilesh Jethva

હેરિટેજ સીટીની વાતો વચ્ચે અમદાવાદની ઓળખસમાં 125 જૂના એલિસબ્રિજની જાળવણીમાં તંત્ર નિષ્ફળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!