GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

અંડરવેર પહેર્યા વિના જ ટેનિસ કોર્ટમાં ઉતરે છે આ દિગ્ગજ ખેલાડી, 8 વખત જીતી ચુક્યો છે ગ્રાન્ડસ્લેમ! છે રસપ્રદ કહાની

અંડરવેર

આન્દ્રે અગાસેને અમેરિકન ટેનિસ ઇતિહાસના મહાન ખેલાડીઓ પૈકીનો એક માનવામાં આવે છે. તે સિંગલ્સમાં નંબર વન પણ બન્યો હતો. તેણે આઠ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ પણ જીત્યા હતા અને 1996ના ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ પણ તેના નામે હતો. આ ઉપરાંત એવી  સાત ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ હતી જેમાં તે રનર અપ રહ્યો હોય. તે એવો પહેલો મેન્સ સિંગલ્સ ખેલાડી બન્યો હતો જેણે ચાર વખત ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીત્યા હોય જે રેકોર્ડ નોવાક યોકોવિચે તોડ્યો હતો.

સફળતા માટે વિવિધ ટૂચકા કરતો રહેતો આન્દ્રે અગાસે

આમ તેણે પોતાની સફળતા હાંસલ કરવા માટે આકરી મહેનત કરી હતી.  જોકે અન્ય ઘણા ખેલાડીની માફક આન્દ્રે અગાસે પણ અંધવિશ્વાસમાં માનતો હતો અને તે પણ સફળતા માટે વિવિધ ટૂચકા કરતો રહેતો હતો. આન્દ્રે અગાસે આ માટે એવા ઉપાયો કરતો હતો જે માન્યામાં આવે તેવા નથી. તેણે તાજેતરમાં જ કબૂલ્યું હતું કે પોતાની કરિયરની ઘણી ટુર્નામેન્ટ તેણે અંડરવેર પહેર્યા વિના જ જીતી હતી. અગાસે માનતો હતો અંડરવેર નહીં પહેરવાથી તે મેચ જીતી શકે છે અને આ બાબત તેના માટે શુકનિયાળ પુરવાર થતી હોય છે.

અંડરવેર

ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટમાં અંડરવેર પહેર્યા વિના રમ્યો

તે પહેલી વાર ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટમાં અંડરવેર પહેર્યા વિના રમ્યો હતો. ફ્રેન્ચ ઓપનના પ્રથમ રાઉન્ડમાં તેનો મુકાબલો કપરા હરીફ સામે થવાનો હતો. તે એ વખતે કરિયરમાં સર્વશ્રેષ્ઠ રમત દાખવી રહ્યો હતો. તેણે કહ્યું કે  મેચ અગાઉ તે લોકર રૂમમાં ગયો તો જોયું કે તે અંજરવેર લાવવાનું ભૂલી ગયો હતો. મારા કોચે મને અંડરવેર આપવાની ઓફર કરી તો મેં ઇનકાર કરી દીધો હતો.

ત્યાર પછી આખી ટુર્નામેન્ટની તમામ મેચમાં અંડરવેર પહેર્યા વિના જ રમ્યો

ત્યાર બાદ હું અંડરવેર પહેર્યા વિના જ પ્રથમ રાઉન્ડની મેચમાં રમ્યો તો આસાનીથી જીતી ગયો હતો. ત્યાર પછી તો હું આખી ટુર્નામેન્ટની તમામ મેચમાં અંડરવેર પહેર્યા વિના જ રમ્યો અને છેક ફાઇનલ પણ જીતી ગયો હતો. આન્દ્રે અગાસે એ ફ્રેન્ચ ઓપન બાદ કયારેય અંડરવેર પહેરીને મેચ રમ્યો નથી. આ ઉપરાંત તે અન્ય એક ટૂચકો પણ કરતો હતો. તે ક્યારેય ટેનિસ કોર્ટની લાઇનને સ્પર્શ કરતો ન હતો. તેનું માનવું છે કે આ પ્રકારની શિસ્ત જ તેને મેચમાં વિજય અપાવતી હતી. આ ઉપરાંત તે સર્વિસ કરતી વખતે ત્રણ બોલ હાથમાં લેતો હતો અને એક બોલ બોલબોયને પરત કરી દેતો હતો.

Read Also

Related posts

13 વર્ષની ઉંમરે કર્યા 41 વર્ષના પરિણિત પુરુષ સાથે લગ્ન, વિવાદિત રહી સરોજ ખાનની પર્સનલ લાઇફ

Bansari

શહીદોનું સન્માન: ગલવાનમાં શહીદ થયેલા સૈનિકોના નામ પરથી દેશની સૌથી મોટી કોવિડ હોસ્પિટલના વોર્ડના નામ રખાશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!