GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

સચિન, દ્રવિડ અને ગાંગુલીના જમાનામાં યો-યો ટેસ્ટ હોત તો…. મોહમ્મદ કૈફે કર્યો ઘટસ્ફોટ

કૈફે

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી મોહમ્મદ કૈફે ટીમ ઇન્ડિયાના યો-યો ટેસ્ટ અંગે મોટો રહસ્યફોટ કર્યો છે. કૈફે જણાવ્યું કે તેના જમાનામાં યો-યો ટેસ્ટ હોત તો ભલભલા માંધાતાઓ પણ તેમાં ફેઇલ ગયા હોત અને માંડ ત્રણ કે ચાર ખેલાડી જ તેમાં પાસ થઈ શક્યા હોત. કૈફે આ ઉપરાત સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી વિશે પણ મહત્વની વાત કરી છે.

મોહમ્મદ કૈફે હેલ એપ દ્વારા યો-યો ટેસ્ટ અંગે બેફામ અભિપ્રાય આપ્યો છે. તેણે કહ્યું કે ક્રિકેટરો માટે ફિટનેસ મહત્વની બાબત છે. અમારા જમાનામાં યો-યો ટેસ્ટ હોત તો લક્ષ્મીપતિ બાલાજી જેવા તેને પાસ કરી દેતા. યુવરાજની ફિટનેસ પણ સારી હતી. પણ મને નથી લાગતું કે બીજા કોઈ ફિટનેસ પાસ કરી શકે.

કૈફ રમતો હતો ત્યારે ભારતીય ટીમમાં અન્ય ખેલાડીમાં સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને વીરેન્દ્ર સેહવાગ જેવા ખેલાડી રમતા હતા. આમ તેણે જે બીજા કોઈ ખેલાડી કહ્યા તેમાં આ તમામનો સમાવેશ થાય છે.ભારતીય ટીમ મોટી ટુર્નામેન્ટ જીતી શકતી નથી તે અંગે કૈફે કહ્યું કે વિરાટ કોહલી સારું રમી રહ્યો છે પરંતુ ટુર્નામેન્ટ જીતવા માટે ટીમનું પ્રદર્શન સારું હોવું જોઇએ. મને આશા છે કે કોહલી આ અંગે કામ કરશે અને ટીમના અન્ય ખેલાડીઓએ પણ તેને આમ કરવા માટે ભરોસો અપાવવો પડશે. તેમને પૂરતા મોકા પણ આપવા પડશે.

તેણે સૌરવ ગાંગુલી વિશે કહ્યું કે તે સ્પષ્ટવક્તા છે અને તે સકારાત્મક પરિવર્તન લાવી શકે તેમ હોવાથી ગાંગુલીને પ્રમુખ તરીકે બીજો કાર્યકાળ મળવો જ જોઇએ.

Read Also

Related posts

મલ્ટીપ્લેક્સ અને સિંગલ થિયેટરોના માલિકોની વિંનતી, આ તારીખ સુધીમાં ખોલવાની આપો મંજૂરી

Ankita Trada

ચોર સમજીને બે મિત્રો પર વિફરેલુ ટોળુ તુટી પડ્યુ: ઘાતક હથિયારથી હુમલો કરતાં એકનું મોત

Bansari

સુરતથી 446 ટ્રેન ઉપડી: 7 લાખ શ્રમિકોની વતન વાપસી, સૌથી વધુ ટ્રેનો આ રાજ્યની

Bansari
Do NOT follow this link or you will be banned from the site!