GSTV
Home » News » બોલીવુડની 10 સૌથી અમીર એક્ટ્રેસ, નામ અને સંપત્તિ જાણીને વિશ્વાસ નહીં આવે

બોલીવુડની 10 સૌથી અમીર એક્ટ્રેસ, નામ અને સંપત્તિ જાણીને વિશ્વાસ નહીં આવે

બોલીવુડની દુનિયાની મોટી મોટી હસ્તિઓ ખૂબજ લક્ઝુરિયસ લાઇફ જીવે છે. એક રીતે જોવામાં આવે તો કેટલાંક સ્ટાર્સ સફળતાના શિખરો સર કરે છે તો કોઇ ફ્લૉપ થઇને પોતના ફેમિલી બિઝનેસમાં જોડાઇ જાય છે. આજે આપણે એવી બૉલીવુડ એક્ટ્રેસીસની વાત કરીશુ જેને બોલીવુડની રિચેસ્ટ ક્વીન માનવામાં આવે છે.

ઐશ્વર્યા રાય

આ કડીમાં સૌથી પહેલુ નામ આવે છે બચ્ચન પરિવારની પુત્રવધુ અને મિસ વર્લ્ડ રહી ચુકેલી એશ્વર્યા રાયનું. જે આજે પણ બોલીવુડમાં પોતાની સુંદરતા માટે જાણીતી છે. તેણે સ્ક્રીન પર આશરે 35 મિલિયન ડૉલરની કમાણી કરી છે.

અમીષા પટેલ

બ્લોકબસ્ટર ફિલ્મ ગદર-એક પ્રેમ કહાની દ્વારા પોતાના ફિલ્મ કરિયરની શરૂઆત કરનારી અમીષા પટેલ હવે ફિલ્મી દુનિયાથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરીને તે લાઇમલાઇટમા રહે છે. અમીષાની કમાણી 30 મિલિયન ડૉલરથી પણ વધુ છે.

અમૃતા રાવ

આ યાદીમાં ત્રીજુ નામ આવે છે અમૃતા રાનવું. વિવાહ ફિલ્મ સિવાયની અમૃતાની કોઇ ફિલ્મો બોક્સ ઑફિસ પર કંઇ ખાસ ઉકાળ્યુ નથી. ઉલ્લેખનીય છે કે અમૃતા પાસે 20 મિલિયન ડૉલરથી પણ વધની સંપતિ છે.

કાજોલ

આ યાદીમાં ચોથુ નામ છે ડીડીએલજે ગર્લ કોજોલનું. કાજોલ જે પણ ફિલ્મોમાં દમદાર અભિનય માટે જાણીતી છે. કાજોલ મોટાભાગની ફિલ્મોમાં બોલીવુડના રોમાન્સ કિંગ શાહરૂખ ખાન સાથે જોવા મળી છે. કાજોલની કુલ સંપત્તિ આશરે 16 મિલિયન ડૉલર જેટલી છે.

ઇલિયાના ડિક્રુઝ

સાઉથની ફિલ્મો માંથી બોલીવુડની ફિલ્મ બર્ફી દ્વારા બોલાવુડમાં આવનાર અભિનેત્રી ઇલિયાના ડિક્રિઝ આજે ટોચની અભિનેત્રીઓમાં સ્થાન પામે છે. તેની પાસે 14 મિલિયન ડૉલરની સંપત્તિ છે.

કરિશ્મા કપૂર

90ના દશકની હિટ એક્ટ્રેસ કરિશમા કપૂરનું બોલીવુડ કરિયર શાનદાર રહ્યું છે. તેણે યોગ્ય સમયે લગ્ન કરીને ફિલ્મ દુનિયાને અલવિદા કહી દીધું હતું. કરિશ્મા એને ગોવિંદાની જોડી હિટ થઇ હતી. કરિશ્માની કુલ સંપત્તિ આશરે 12 મિલિયન ડૉલર છે.

ડિમ્પલ કાપડિયા

બોલીવુડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાની પત્ની અને એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયાએ ફિલ્મ બૉબી દ્વારા ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. ડિમ્પલ હજુ પણ બોલીવુડમાં કાર્યરત છે. તેની પાસે કુલ 10 મિલિયન ડૉલરની સંપત્તિ છે.

પ્રિતી ઝિંટા

એક સમય હતો જ્યારે પ્રિતી ઝિંટાની હાલત કફોડી હતી. પરંતુ આજે તેની પોતાની એક આઇપીએલ ટીમ છે અને તેની કુલ સંપત્તિ 10 મિલિયન ડૉલર છે.

મલ્લિકા શેરાવત

મલ્લિકા પોતાના સમયની સુપરહિટ એક્ટ્રેસ રહી છે. તેણે મર્ડર જેવી ફિલ્મોમાં પોતાનો બોલ્ડ અવતાર દર્શાવ્યો હતો. તે પછી તેણે હોલીવુડમાં પણ ડંકો વગાડ્યો હતો. તેની કુલ સંપ્તિ 10 મિલિયન ડૉલર છે.

પ્રિયંકા ચોપરા

બોલીવુડની દેશી ગર્લ બોલીવુડ કરતા હોલીવુડમાં વધુ ફેમસ છે. હાલ તે  પોતાના શૉ ક્વોન્ટિકોમાં કામ કરી રહી છે. તેની કુલ સંપત્તિ 8 મિલિયન ડૉલર છે.

Related posts

લીલા દુકાળના વળતરની જાહેરાત સામે આ છે સવાલો, તમે જ કહેશો કે નહીં મળે લાભ

Nilesh Jethva

આ વસ્તુઓથી મા લક્ષ્મીની પૂજા કરશો, તો ક્યારેય નહી આવે ધનની કમી

Mansi Patel

VIDEO : દિલ્હીમાં બન્યું એવું કે લોકો ગભરાઈ ગયા, એક યુવક સિંહના પાંજરામાં કૂદી સામે જઈ બેસી ગયો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!