GSTV

2021 માટે WHOએ સ્વાસ્થ્ય જાળવણી માટે જાહેર કર્યો કાર્યક્રમ, 10 મુદ્દાઓમાં જાણો હેલ્થ સાયન્સનું મહત્વ

Last Updated on December 27, 2020 by pratik shah

2020ના વર્ષમાં સૌ કોઈને સમજાયું કે સ્વાસ્થ્યથી મોટી કોઈ સંપત્તિ નથી. સ્વાસ્થ્યની જાળવણી માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (વિશ્વ આરોગ્ય સંસ્થા)એ આગામી વર્ષે ધ્યાનમાં લેવા જેવા દસ મુદ્દા રજૂ કર્યા છે.

WHO

કોરોનાએ જોતજોતામાં વિશ્વની તમામ મહાસત્તાઓને ખોખલી સાબિત કરી દીધી અને વિકાસના નામે મૂછો મરડતા દેશોને વામણા સાબિત કરી દીધા. આ સ્થિતિમાંથી બહાર આવવા 2021માં આરોગ્ય ક્ષેત્રે વિવિધ દેશોની સરકારે અને સમગ્ર જગતે અપનાવવા જેવા દસ મુદ્દા નીચે મુજબ છે.

1. અચાનક આવી શકતા રોગચાળા સામે દરેક દેશ પોતાની રીતે તૈયાર રહે. આપણે શું એવી ભાવનાને બદલે એકતાપૂર્વક કામ કરવું પડશે. કેમ કે કોરોનાના ફેલાવાની શરૂઆત એક વ્યક્તિથી જ થઈ હતી. આખા જગતના વાઈરસોની આપ-લે થઈ શકે એવી સિસ્ટમ ઉભી કરવી.

2. કોરોના ટેસ્ટની ઝડપ વધારવી, રસી તૈયાર થઈ રહી છે, એ સૌ નાગરિકો સુધી પહોંચે તેની વ્યવસ્થા કરવી અને રોગચાળો ફેલાતો અટકાવવા તેના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરવો. કોરોનાની શરૂઆતમાં ભારત સહિત અનેક દેશો પાસે ટેસ્ટિંગની ક્ષમતા જ ન હતી.

3. ઈમર્જન્સીને કેમ પહોંચી વળવું તેની તૈયારી કરવી. ભારત જેવા દેશો આરોગ્ય મુદ્દે પછાત સાબિત થયા કેમ કે આપણી પાસે તો વેન્ટિલેટર અને ઓક્સિજન પણ ખૂટવા આવ્યો હતો.

4. આરોગ્યની સેવામાં ભારે અસામનતા છે, તે દૂર કરવી. કોરોનાએ એ પણ સાબિત કરી આપ્યું કે રોગચાળો ગમે ત્યારે ગમે તેનો ભોગ લઈ શકે છે, અને બીજાના સ્વાસ્થ્યમાં જ આપણું સ્વાસ્થ્ય સમાયેલું છે.

5. આરોગ્ય વિજ્ઞાનનું મહત્ત્વ સમજી તેની પાછળ ખર્ચ વધારવો અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો. વિજ્ઞાાન સિવાય રોગચાળામાંથી બહાર આવવાનો કોઈ રસ્તો નથી.

6. પોલીયો, મલેરિયા, એચઆઈવી, ટીબી જેવા રોગો કાબુમાં રહે-નાબુદ થાય તેના પ્રયાસો આ વખતે કોરોનાને કારણે અટક્યો છે, તે ફરીથી ચાલુ કરવો. અન્ય ચેપી રોગો પર ધ્યાન આપવું.

7. ઘણા દેશોમાં પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ વિકસી શકી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ માટે કામ કરે છે, અન્ય દેશોએ પણ મદદ કરવી. વાઈરસ-બેક્ટિરિયાનો જળમૂડથી નાશ કરતા એન્ટિમાઈક્રોબાયલ પર વિશેષ સંશોધન કરવું.

8. ચેપી નથી એવા રોગો જેમ કે ડાયાબિટિસ, હાર્ટ, કેન્સર, બ્લડ પ્રેશર વગેરેને કાબુમાં રાખવા વિશેષ પ્રયાસ કરવો. કોરોનામાં વધારે મોત આવા બિનચેપી રોગ ધરાવતા દર્દીઓના થયા છે. માનસિક સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું.

9. પર્યાવરણ અને પ્રકૃત્તિના જતન પર ધ્યાન આપવું કેમ કે કોરોનાવાઈરસ કે પછી અન્ય ઘાતક વાઈરસો અંતે તો જંગલમાંથી જ બહાર નીકળ્યા છે. આરોગ્યપ્રદ ખોરાકને મહત્ત્વ આપવું.

10. રાષ્ટ્ર, સંસ્થા, જ્ઞાતિ-જાતિ.. વગેરે ભેદ પડતા મુકીને સ્વસ્થ જગતની સ્થાપના માટે એક થઈ કામ કરવું. વૈશ્વિક આરોગ્ય જાળવણી માટે ડબલ્યુએચઓ જેવી સંસ્થાઓનેે મદદ કરતી રહેવી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari

વિશ્વભરમાં કોરોનાનો કહેર : છેલ્લાં 24 કલાકમાં જ નવા 24.07 લાખ કેસો નોંધાયા, સમગ્ર દુનિયામાં ભારત બીજા ક્રમાંકે

Dhruv Brahmbhatt

મહેશ સવાણી કાગળનો વાઘ પુરવાર થયાં, આપનું અધ:પતન નોતર્યું : પાટીલ સામે પનો ટૂંકો પડ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!