GSTV
Home » News » 15 વર્ષની કિશોરી પર 10 હવસખોરોનો ગેંગરેપ : અશ્લિલ વીડિયો પણ ઉતાર્યો

15 વર્ષની કિશોરી પર 10 હવસખોરોનો ગેંગરેપ : અશ્લિલ વીડિયો પણ ઉતાર્યો

યુપીના બુલંદશહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં એક કિશોરીને અપહરણ કરીને તેના ગેંગરેપ અને વીડિયો ક્લિપ બનાવવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ કિશોરી સાથે દશ શખ્સોએ ગેંગરેપ કર્યો છે અને તેની વીડિયો ક્લિપ ઉતારી છે. બેહોશ હાલતમાં મળી આવેલી કિશોરીને 14 કલાક બાદ હોશ આવ્યો હતો. આ મામલામાં પોલીસે દશ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. તો બુલંદશહરના પહાસૂ વિસ્તારમાં અન્ય એક ઘટનામાં બે આરોપીઓએ એક મહિલા સાથે ગેંગરેપ કર્યો છે.

જહાંગીરાબાદ વિસ્તારના એક ગામની પંદર વર્ષીય કિશોરી વીસમી જૂને અન્ય ગામમાં પોતાના માસિયાઈ ભાઈની સગાઈમાં સામેલ થવા માટે ગઈ હતી. આ સમારંભમાં કિશોરીના ગામના બે યુવકો ટેન્ટ લગાવવા માટે આવ્યા હતા. આરોપ છે કે બંને યુવકોએ કિશોરીને એક ધાર્મિક સ્થળે લઈ જવાનો જાંસો આપ્યો હતો.

  • પીડિતાના પિતાએ ગ્રામ પ્રધાનના બે પુત્રો સહીત દશ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરી
  • વીસમી જૂને અન્ય ગામમાં પોતાના માસિયાઈ ભાઈની સગાઈમાં સામેલ થવા માટે ગઈ હતી

કિશોરીના બેહોશ થવાને કારણે આરોપીઓ ફરાર થયા

કિશોરીએ ઈન્કાર કરતા યુવકે તેને બળજબરીથી બાઈક પર બેસાડીને એક ખેતરમાં લઈ ગયા હતા. અહીં બંને યુવકોના આઠ અન્ય સાથીદારો પણ હાજર હતા. આરોપીઓએ કિશોરીઓને તમંચાની અણિએ ધમકાવીને ગેંગરેપ કર્યો અને તેની વીડિયો ક્લિપ પણ ઉતારી હતી. કિશોરીના બેહોશ થવાને કારણે આરોપીઓ ફરાર થયા હતા. ગુરુવારે સવારે કિશોરી ખેતરમાં બેહોશીની હાલતમાં મળી આવી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી અને લગભગ 14 કલાક બાદ તેને હોશ આવ્યો હતો. પીડિતાના પિતાએ ગ્રામ પ્રધાનના બે પુત્રો સહીત દશ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરતા કોતવાલી પોલીસે રિપોર્ટ નોંધીને બે આરોપીઓની ધરપકડ કરી લધી છે.

તો પહાસૂ વિસ્તારમાં એક મહિલા પોતાની બીમાર બાળકીને દવા અપાવવા માટે લઈ જઈ રહી હતી. માર્ગમાં ગામના જ બે લોકોએ તેને ખેતરમાં ખેંચી જઈને સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ બૂમરાણ કરતા લોકો એકઠા થવા લાગતા આરોપી ધમકી આપીને ફરાર થયા હતા.

 

  • બેહોશ હાલતમાં મળી આવેલી કિશોરીને 14 કલાક બાદ હોશ આવ્યો
  • આરોપીઓએ કિશોરીઓને તમંચાની અણિએ ધમકાવીને ગેંગરેપ કર્યો અને તેની વીડિયો ક્લિપ પણ ઉતારી હતી

Related posts

મહારાષ્ટ્રની જીતની ખુશી ગુજરાત છિનવશે : 6માંથી 4 બેઠકો પર કોંગ્રેસ આગળ, આયાતી ઉમેદવારો નડ્યા

Karan

હરિયાણામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરજસ્ત ટક્કર, ખટ્ટરને સરકાર બનાવવા ફાંફા પડશે

Karan

Haryana Election Results 2019: BJPએ પાર કર્યો બહુમતનો આંકડો, હુડ્ડા-ખટ્ટર બંને આગળ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!