GSTV
Home » News » રંગીલું રાજકોટ આવ્યું ડેન્ગ્યુંના ભરડામાં, અત્યાર સુધીમાં થઈ ચુક્યા છે 10 લોકોના મોત

રંગીલું રાજકોટ આવ્યું ડેન્ગ્યુંના ભરડામાં, અત્યાર સુધીમાં થઈ ચુક્યા છે 10 લોકોના મોત

રાજકોટમાં વરસાદ બાદ રોગચાળાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. આરોગ્ય વિભાગના ચોપડે જ દર અઠવાડિયે ૮૦ થી પણ વધુ ડેન્ગ્યુના કેસ નોંધાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં રાજકોટમાં ડેન્ગ્યુના કારણે દસ જેટલા વ્યક્તિઓના મોત થઈ ચુક્યા છે. ત્યારે ગત સપ્તાહમાં ડેન્ગ્યુના 88 જેટલા કેસ રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. બીજી તરફ મ્યુનિસિપલ કમિશનરની ઓફિસ સામે જ જોવા મળ્યા. વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાએ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા મ્યુનિસિપલ કમિશનરની ઓફિસની સામે આવેલા ફુવારામાં લીલી શેવાળ જામેલી જોવા મળી.

તો સાથોસાથ મરછરોના ઉત્પત્તિ સ્થાન પણ જોવા મળ્યા આમ આરોગ્ય વિભાગ પોતાના ઘરથી જ કામગીરી કરવામાં કોઇ ઉણી ઉતરી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ સ્થિતીમાં સતત બીજા દિવસે બીજા આરોગ્ય અધિકારીનું રાજીનામું મંજૂર કરાયુ છે. જેમાં મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલે આજે આરોગ્ય અધિકારી હિરેન વીસાણીનું રાજીનામું મંજૂર કર્યુ છે

READ ASLO

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!