GSTV
India News Trending

દુનિયાના સર્વશ્રેષ્ઠ સીઇઓની યાદીમાં દસ ભારતીય સીઇઓનો સમાવેશ

દુનિયાભરના સર્વશ્રેષ્ઠ સીઇઓ (ચીફ એક્ઝ્યુકેટીવ ઓફીસર – મુખ્ય કાર્યકારી અધિકારી)ની યાદીમાં ભારતના દસ સીઇઓનો સમાવેશ થયો છે. સીઇઓ વર્લ્ડ મેગેઝીને દુનિયાના ટોપ 121 સીઇઓની યાદી બહાર પાડી છે. જેમાં ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી, ઇન્ડિયન ઓઇલના ચેરમેન સંજીવ સિંહ, ઓએનજીસીના શશિ શંકર સહિત દસ ભારતીય સીઇઓનો સમાવેશ થાય છે.

આ ભારતીયોમાં આર્સેલરમિત્તલના ચેરમેન અને સીઇઓ લક્ષ્મી મિત્તલ સૌથી ઉપર ત્રીજા સ્થાન પર છે. અહીં લક્ષ્મી મિત્તલને ભારતીય ગણી શકાય પરંતુ તેમની કંપનીને ભારતીય ગણવામાં આવી નથી. આ યાદીમાં તેમની કંપનીને લક્ઝમબર્ગ દેશની કંપની તરીકે દર્શાવવામાં આવી છે. આ 121 લોકોની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 49મા સ્થાન પર છે.

તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સીઇઓ સંજીવ સિંહને 69મા સ્થાન પર મુકવામાં આવ્યા છે. ઓએનજીસીના શશિ શંકર 77મા સ્થાન પર છે. આ સિવાય યાદીમાં સામેલ અન્ય ભારતીયોની વાત કરીએ તો ભારતીય સ્ટેટ બેંક(એસબીઆઇ)ના ચેરમેન રજનિશ કુમારનો પણ 83મા ક્રમ પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરાંત ટાટા મોટર્સના સીઇઓ ગુએંટર બટશેક 89મા નંબર પર, બીપીસીએલના ચેરમેન ડી રાજકુમાર 94મા સ્થાન પર, રાજેશ એક્સપોર્ટના કાર્યકારી ચેરમેન રાજેશ મહેતા 99મા ક્રમ પર, ટાટા કંસલટેંસી સર્વિસના સીઇઓ રાજેશ ગોપીનાથન અને વિપ્રોના આબિદઅલી ઝેડ. નીમચવાલા એ બંન્ને 118મા સ્થાન પર છે.

પેટ્રોલિયમ મંત્રી ધરમેન્દ્ર પ્રધાને આ યાદીને ટ્વિટ કરી હતી. દુનિયાના ટોપ 121 સીઇઓની આ યાદીમાં વોલમાર્ટના સીઇઓ ડગલસ મૈકમિલન પ્રથમ સ્થાન પર છે. ત્યારબાદ રોયલ ડચ શેનના બેન વાન બ્યૂંડર બીજા નંબરે અને લક્ષ્મી મિત્તલ ત્રીજા નંબરે છે. ચોથા સ્થાન પર સાઉદી અરામકોના સીઇઓ અમીન એચ. નાસીર છે. બીપીના બોબ ડૂડલે પાંચમાં નંબર પર, એક્સોનમોબિલના ડેરેન વૂડ્સ છઠ્ઠા ક્રમ પર, ફોક્સવેગનના હરબર્ટ ડિએસ સાતમા અને ટોયોટાના એકિયો ટોયોદા આઠમાં નંબર પર છે.

Read Also

Related posts

ઉર્વશી રૌતેલાએ ઋષભ પંતને આપ્યો જડબાતોડ જવાબ, ‘છોટુ ભૈયા’ કહેતા કહ્યુ- હું મુન્ની નથી જે બદનામ…

Hemal Vegda

28 ઓગસ્ટે તોડી પડાશે નોઈડાના વિવાદિત સુપરટેકના ટ્વિન ટાવર્સ, સુપ્રિમ કોર્ટે આપી લીલી ઝંડી

Hemal Vegda

ગુજરાતમાં કેટલાંક ડેમમાંથી પાણી છોડવાની સંભાવના, પૂરની આપી ચેતાવણી, જાણો- તમારા શહેરની પરિસ્થિતી

Hemal Vegda
GSTV