GSTV
Home » News » આ તો ગાંડપણની હદ થઈ ગઈ, પ્રશંસકોએ ખરીદી સેલિબ્રિટીઓની વિચિત્ર આઈટમ

આ તો ગાંડપણની હદ થઈ ગઈ, પ્રશંસકોએ ખરીદી સેલિબ્રિટીઓની વિચિત્ર આઈટમ

પ્રશંસાને પાત્ર ફક્ત સેલિબ્રિટી હોતા નથી, પરંતુ તેના પ્રશંસકો પણ વખાણવાલાયક હોય છે ત્યારે તો આજે સેલિબ્રિટીના પ્રશંસકો ચર્ચામાં છે. પછી તેની પાછળ કોઈ સેલિબ્રિટીનો હાથ કેમ ના હોય? આ પ્રશંસકો પોતાના સેલિબ્રિટીને લઈને એટલા બધા પાગલ અને વફાદાર હોય છે કે તેમના માટે તે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. ખરેખર, દુનિયાની નજરમાં અને તેના સેલિબ્રિટીની નજરમાં તેને આદર્શ સ્થાપિત કરવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે. તેઓ પોતાના સેલિબ્રિટીની મનગમતી વસ્તુ ખરીદવા માટે હજારો રૂપિયા ખર્ચી નાખવા માટે તૈયાર હોય છે. આવી જ કેટલીક વસ્તુ આજે અમે તમને બતાવીશું, જેને સેલિબ્રિટીના પ્રશંસકોએ ખરીદી છે. આ સાબિત કરે છે કે પ્રશંસકોએ પોતાના મનગમતા સેલિબ્રિટીની નજીક જવા માટે કંઈ પણ કરવુ પડે છે. જેને કારણે તે પોતાના પ્રેમને અલગ-અલગ પદ્ધતિથી વ્યક્ત કરે છે.

જૉન લેનનનો દાંત

વાસ્તવમાં આ એક દાંતની કહાની છે. જૉન લેનન અંગ્રેજી ગાયક અને ગીતકાર તરીકે જાણીતા છે. તેમણે ‘બીટલ બેંડ’ની સ્થાપના કરી છે. તેમના પરિવારજનોએ તેમના દાંતને ઘણા વર્ષો સુધી સાચવીને મૂક્યા હતાં. બાદમાં જૉન લેનને પોતાના દાંત પોતાની પુત્રીના એક મિત્રને આપી દીધા. તે તેમના બેંડનો મોટો પ્રશંસક હતો. બાદમાં લેનનનો આ દાંત eBay પર હરાજી માટે મૂકવામાં આવ્યો હતો. એક કેનેડિયન દાંતના તબીબ માઈકલ જુકેએ દાંતને 18 લાખ રૂપિયાથી વધુમાં ખરીદ્યા હતા. હવે તમે વિચારો કે એક પીળા દાંતને ખરીદવા માટે કોઈ આટલા બધા પૈસા ખર્ચી શકે છે.

લેડી ગાગાનો એક નકલી નખ

ડબલિનમાં એક શો દરમ્યાન ગિરા લેડી ગાગાનો આ નકલી નખ 8 લાખ રૂપિયાથી વધુમાં વેચાયો હતો.

સ્કારલેટ જોન્સનનું ઉપયોગમાં લેવાયેલુ ટિશ્યુ પેપેર

વર્ષ 2008માં એક ટીવી શો દરમ્યાન ઉપયોગમાં લેવાયેલા આ ટિશ્યુ પેપરને eBay વેબસાઈટ પર વેચી દેવામાં આવ્યું હતું. લગભગ 3.50 લાખ રૂપિયાની કિંમતમાં આ વેચાયુ હતું.

બ્રિટની સ્પીયર્સે ચાવેલી ચીંગમ

પોતાના સમયમાં પૉપ સિંગર બ્રિટની સ્પીયર્સે ચાવેલી ચિંગમ લગભગ 9 લાખ રૂપિયામાં વેચાઈ હતી.

બ્રેડ પિટ અને એન્જલિના જોલીના બરણીમાં ભરેલા શ્વાસ

હૉલીવુડની જાણીતી જોડી બ્રેડ પિટ અને એન્જલિના જોલીના શ્વાસને એક બરણીમાં ભરી હરાજી કરાઈ હતી. આ બરણી લગભગ 32 હજાર રૂપિયામાં વેચાઈ હતી.

જસ્ટિન બીબરના વાળ

જસ્ટિન બીબરના વાળ 24 લાખ રૂપિયાથી વધુની કિંમતમાં વેચાયા હતાં.

રાણી એલિઝાબેથનો અંડરવેર

ઈંગ્લેન્ડની રાણી એલિઝાબેથના અન્ડરવેરની હરાજી કરાઈ હતી. રાણી એલિઝાબેથનો આ અન્ડરવેર 1968માં ખાનગી વિમાનમાં યાત્રા દરમ્યાન રહી ગયો હતો. જેને eBay સાઈટ પર હરાજી માટે મૂકવામાં આવ્યો હતો અને ભારે કિંમતમાં વેચાયો હતો. જેની હરાજી લગભગ 12 લાખમાં થઈ.

જેનિફર લોરેન્સની સ્પોર્ટસ બ્રા

ફિલ્મ ‘સિલ્વર લાઈનિંગ પ્લેબુક’ના સીનના રિહર્સલ દરમ્યાન જેનિફર લોરેન્સે જે સ્પોર્ટસ બ્રા પહેરી હતી, 2013માં આ બ્રાની 2 લાખ રૂપિયાથી વધુમાં હરાજી થઈ હતી.

મર્લિન મુનરોની છાતીનો એક્સ-રે

હૉલીવુડ જગતની સુપ્રસિદ્ધ અભિનેત્રી મર્લિન મુનરોની છાતીનો એક્સ-રે 30 લાખ રૂપિયાથી વધુમાં વેચાયો હતો.

Related posts

અલવરમાં ફરી મૉબ લિંચિંગની ઘટના બની, ગોતસ્કરીના શકમાં ભીડે શખ્સને જોરદાર માર્યો

Mansi Patel

નીતિન પટેલના કાર્યક્રમમાં કોંગ્રેસના આ બે દિગ્ગજ ધારાસભ્યો પહોંચ્યા: નવા જૂની થવાના એંધાણ

Mayur

‘અમે આ જ ઇચ્છતાં હતા’ ટી-20માં કારમા પરાજય બાદ આ શું બોલી ગયો કોહલી!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!