GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

કોરોનાથી આવી પડેલી સંકટની ઘડીમાં નેશનલ હાઈવે પર ટૉલ વસૂલવામાં નહીં આવે

દેશમાં કોરોના વાયરસના કારણે આવી પડેલી સંકટની ઘડીના સમયે નાગરિકોને બને તેટલી ઓછી તકલીફ પડે તે માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. આ માટે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર જનતાની શક્ય તેટલી મદદ થઈ રહી છે. આ માટે કેન્દ્ર સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બુધવારના રોજ કહ્યું હતું કે, ઈમરજન્સી સેવાઓમાં લાગેલા લોકો માટે સરળતાથી કામ કરી શકે તે માટે કામચલાઉ ધોરણે દેશના નેશનલ હાઈવે આવેલા ટૉલ પ્લાઝા ટેક્સ નહીં આપવો પડે.

ઈમરજન્સી સેવામાં લાગેલા લોકોને અડચણ ઉભી ન થાય

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19ને જોતા આદેશ આપવામાં આવે છે કે, દેશના તમામ ટોલ પ્લાઝા પર ટોલ લેવાનું કામ બંધ કરવામાં આવે. આનાથી ઈમરજન્સી સેવામાં લાગેલા લોકોને જરૂરી સમય બચાવવામાં મદદ મળશે.

કટોકટીના સમયે નેશનલ હાઈવે પર ટૉલ પર પ્રતિબંધ

મંત્રીએ આ અંગે કહ્યું કે, રસ્તાઓનું સંચાલન અને ટોલ પ્લાઝા પર કટોકટીના સંસાધનોની હાજરી પહેલા જેવી જ રહેશે. આ અગાઉ કેન્દ્રીય પ્રધાને ભારતના નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI)ને દેશવ્યાપી બંધને લઈને ગૃહ મંત્રાલયના આદેશનું પાલન કરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને ‘અણધારી ઘટના’ તરીકે જોઈ શકાય છે.

READ ALSO

Related posts

અમિત શાહે વાવાઝોડાની પરિસ્થિતિની સમિક્ષા કરવા યોજી ઉચ્ચસ્તરીય બેઠક, સીએમ રૂપાણી સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગથી કરી ચર્ચા

Nilesh Jethva

ભૂલથી પણ જાહેરમાં બીડી કે સીગારેટ પીતાં પકડાયા તો થશે 3 મહિનાની સજા, આ રાજ્યે લીધો નિર્ણય

Ankita Trada

અમદાવાદ શહેર થયું ધમધમતુ, 67 દિવસ બાદ બજારમાં આવી રોનક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!