GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

ગુજરાતની સીમા પાસે સ્થિત આ અંબાજી મંદિરમાં શા માટે આવે છે પાકિસ્તાની રેન્જર્સ? દિલચસ્પ છે કહાની

ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સીમા

ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સીમાના પીલર નંબર 960ની બીજી બાજુ અવારનવાર પાકિસ્તાની રેન્જર્સના જવાન એક હિન્દુ મંદિરમાં બેઠેલા જોવા મળે છે. સિંધ પ્રાંતમાં સ્થિત કરુંઝર પહાડી પર તૈનાત પાકિસ્તાની રેન્જર્સના જવાન અહી આવેલા એક પ્રાચીન હિન્દુ મંદિરનો ઉપયોગ પોતાના આઉટ પોસ્ટ તરીકે કરે છે. ખાસ વાત એ છે કે પાકિસ્તાનના બોડેસર ગામમાં સ્થિત આ મંદિરમાં અનેકવાર હિન્દુ શ્રદ્ધાળુઓ પણ જોવા મળે છે. જે પાકિસ્તાનના આ છેલ્લા ગામમાં રહે છે.

બનાસકાંઠા જિલ્લા પાસે આવેલા આ આંતરરાષ્ટ્રીય સીમા પાસે સ્થિત આ મંદિરને સ્થાનિક લોકોની આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. ભૂતકાળમાં આ ખાસ મંદિરમાં ભારત અને પાકિસ્તાન બંને દેશોના હિન્દુ શ્રદ્ધાળુઓ પૂજા કકરવા માટે આવતાં રહ્યાં છે.

સીમા પાસે આવેલા જલોયા ગામના સરપંચ થાનાજીએ જણાવ્યું કે, અવારનવાર આ મંદિરમાં પાકિસ્તાનના બોડેસર અમે બદતલાવ ગામના લોકો પૂજા માટે આવે છે. આ ઉપરાંત ઘણીવાર આમંદિરની આસપાસ પાકિસ્તાની રેન્જર્સના જવાનોની હલચલ જોવા મળે છે. થાનાજીએ કહ્યું કે ભારતની જેમ પાકિસ્તાનમાં પણ હિન્દુ સમાજના તમામ લોકો રહે છે જે સીમા પાસે આવેલા આ ખાસ મંદિરમાં પ્રાર્થના માટે આવે છે.

હકીકતમાં આ ખાસ મંદિર પાકિસ્તાનના જે નાગરપાર્કર જિલ્લામાં સ્થિત છે ત્યાં મોટી સંખ્યમાં હિન્દુ રહે છે. આ જિલ્લાના બોડેસર અને બદતલાવ ગામના લોકો આ મંદિરમાં પૂજા માટે આવતાં રહે છે.

અંબાજી મંદિર ઉપરાંત નારગપાર્કરમાં સચ્યા માતા મંદિર, જૈન મંદિર અને લખન ભારતી જેવા કેટલાંક હિન્દુ દેવસ્થાન છે, જ્યાં તમામ હિન્દુ લોકો પૂજા-અર્ચના માટે આવે છે. જલોયા ગામમાં રહેતાં કેટલાંક લોકો જે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પહેલાં પાકિસ્તાનના નાગરપાર્કર જિલ્લામાં રહેતાં હતાં તે આ તમામ હિન્દુ મંદિરોની કહાની જણાવે છે. આ લોકોનું કહેવું છે કે અંબાજી મંદિર પણ આસ્થાના આવા જ કેન્દ્ર તરીકે પ્રતિષ્ઠીત છે જેનો ઉપયોગ હાલ પાક રેન્જર્સના જવાન પોતાના આઉટપોસ્ટ તરીકે કરે છે.

Read Also

Related posts

3 મહિનાની દિકરીને મૂકી દર્દીની સેવા કરી રહી છે મહિલા ડૉક્ટર, આ રીતે પોતાની જાતને આપે છે હિંમત

Ankita Trada

મોબાઈલની બેટરી ખૂબ ઝડપથી ઉતરી રહી છે? આ ઉપાયો કરીને વધારો બેટરીની લાઈફ

Arohi

નગ્ન થઈને લાઈવ ચેટ કર, યુવતીએ વિદ્યાર્થી સાથે એવું કંઈક કર્યુ કે હાલ થઈ ગયા બેહાલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!