ભારતનું આ મંદિર જે વર્ષમાં માત્ર 12 કલાક માટે ખુલે છે, આખરે શું છે તેનું રહસ્ય?

ભારતમાં અનેક એવા મંદિરો છે જેના રહસ્યો અને માન્યતાઓ સામાન્ય માણસની સામે નથી આવતા. છત્તીસગઢના કોંડાગામ જિલ્લા સ્થિત માતા લિંગેશ્વરીનું મંદિર પણ આવું જ એક રહસ્ય સાચવી બેઠુ છે. છત્તીસગઢ એક એવું રાજ્ય છે જેની અંદર ઘણા રહસ્યો છે, પરંતુ ખૂબ ઓછા લોકોની સામે આ રહસ્યો આવતા હોય છે.

છત્તીસગઢમાં આવેલા આ મંદિરની ખાસિયત એ છે કે તે વર્ષમાં માત્ર 12 કલાક માટે ખુલે છે. ઉપરથી દર્શન કરવા આકરા છે, કારણ કે ભક્તોને ઢસડાઇને પહોંચવું પડે છે.

છત્તીસગઢના જે એરિયામાં આ મંદિર આવેલું છે, તે વિસ્તાર નક્સલીઓથી પ્રભાવિત છે. એ કારણે જ અહીં લોકોનું આવન જાવન ઓછું હોય છે. લીલા જંગલોની વચ્ચે અહીં એક નાનું ગામ છે. જેનું નામ છે અલોર. આ ગામના નિર્માણ દ્વાર પર એક નાનો એવો પત્થર આવેલો છે. આ મંદિરને હટાવવામાં આવે ત્યારે મંદિરમાં પ્રવેશ કરી શકાય છે. અહીં જે દેવતા છે, તે છે શિવ અને પાર્વતીનું એક રૂપ જેના કારણે આ મંદિરને લિંગેશ્વરી તરીકે ઓળખવામાં આવે છે.

આ મંદિરની હજુ કોઇ વિસ્મય કરાવતી ખાસિયત હોય તો એ છે શ્રદ્ધા. કહેવાય છે કે મંદિરમાં વિરાજમાન દેવતાને ખીરા ચઢાવવામાં આવે તો માગેલી માનતા પૂર્ણ થાય છે. જેના પરિણામે મંદિરની બહાર ભારી માત્રામાં શ્રદ્ધાળુઓ ખીરા સાથે ઉભેલા હોય છે. અને આજ કારણ છે કે તે વિસ્તારમાં ખીરાની સુગંધ ખુબ આવ્યા કરે છે. એમ પણ માનવામાં આવે છે કે જો નવદંપતિને બાળકને આશા હોય તો તે પણ અહીં ખીરા ચઢાવતા તેમની અધૂરી મન્નતો પૂર્ણ થાય છે.

મંદિર એક એવી જગ્યાએ સ્થિર છે જ્યાં ઉભા થઇ દર્શન કરી શકાતા નથી જેથી મંદિરમાં લોકો ઢસડાઇને પૂજા કરવા માટે જાય છે. વર્ષમાં માત્ર એક જ વાર અને તે પણ બાર કલાક માટે આ મંદિર ખુલતુ હોવાના કારણે અહીં પ્રશાસને ઘણી વ્યવસ્થા કરવી પડે છે. કારણ કે લોકોની ભીડ પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter