આજે કાર્તિકી પૂર્ણિમા છે. તો આજનો દિવસ ભગવાન કાર્તિકેય સાથે પણ જોડાયેલો છે. ભગવાન કાર્તિકેયના મંદિર ખૂબ જ ઓછા જોવા મળે છે. આવું જ મંદિર ઐતિહાસિક શહેર પાટણમાં આવેલું છે. પાટણમાં છત્ર પતેશ્વર મંદિરમાં ભગવાન કાર્તિકેયનું મંદિર આવેલું છે. અને મહત્વનું એ છે કે આ મંદિર ભક્તો માટે વર્ષમાં માત્ર એક જ વખત આજના દિવસે જ ખૂલે છે. આ મંદિરનો ઇતિહાસ લગભગ 250 વર્ષ જૂનો છે.

મંદિરમાં સવારે ધાર્મિક કાર્યક્મનું આયોજન થયું હતું. ભગવાને કાર્તિકેયની મૂર્તિ પરથી સફેદ વસ્ત્ર હટાવીને પૂજન કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. જોકે દર્શન માટે સરકારની ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા કરવામાં આવી હતી.
READ ALSO
- ગઢડા ગોપીનાથજી મંદિર ટ્રસ્ટ વિવાદમાં હાઇકોર્ટનું ફરમાન, સિંગલ જજના ચુકાદા પર લગાવ્યો સ્ટે
- પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી : લેફ્ટ-કોંગ્રેસ વચ્ચે આપસી સહમતિ, 193માંથી 92 સીટ કોંગ્રેસ તો 101 સીટ પર લડશે લેફ્ટ
- પાટિલના નિશાને ફરી એકવાર કોંગ્રેસ, કહ્યું: રૂપિયા વેરો તો જ મળે છે ટિકીટ
- બાપ રે/ પાંચ લોકો સાથે પરણિત મહિલાના લગ્ન, આખી ઘટના સાંભળી તમે પણ રહી જશો દંગ
- IPL Auction 2021: BCCIએ ફ્રેન્ચાઈઝ માલિકો માટે બનાવ્યા આકરા નિયમો, હરાજી અગાઉ ક્વારેન્ટાઈનમાં નહીં રહેવું પડે