રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે આ વધતા કોરોનાના સંક્રમણને લઈ રાજ્યના પ્રસિદ્ધ મંદિરના વ્યવસ્થાપકોએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે..ગુજરાતામં વધતા કોરોના સંક્રમણના કેસોને લઈ વિવિધ પ્રસિદ્ધ મંદિરો કે,જ્યાં ભક્તોની મોટી માત્રામાં ભીડ થાય છે તે મંદિરો હવે એક દિવસથી એક અઠવાડિયા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા મંદિર 17 થી 23 જાન્યુઆરી બંધ રાખવાનો નિર્ણય દેવસ્થાન સમિતિ દ્વારા લેવાયો છે.બહુચરાજી મંદિર પણ એક અઠવાડિયામાટે બંધ રહેશે..જ્યારે ડાકોર અને શામળાજી મંદિર 1 દિવસમાટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે..ચોટીલા મંદિર ચાલું રહેશે પરંતુ આરતી દરમિયાન મંદિરમાં ભક્તોને પ્રવેશ આપવામાં નહીં આવે..તમામ મંદિરોમાં ઓનલાઈન ભક્તો દર્શનનો લાહલો લઈ શક્શે.

કોરોના કેસ વધતા કેમ્પ હનુમાન મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવાનો નિર્ણય કરાયો.

શક્તિપીઠ બહુચરાજી મંદિર આજથી 22 જાન્યુઆરી સુધી બંધ રહેશે..પૂનમને લઇને મોટી સંખ્યામાં યાત્રિકો મંદિરમાં બહુચર માતાના દર્શન માટે આવતા હોય છે…જો કે કોરોના સંક્રમણના વધુ નહીં ફેલાય તે માટે નિર્ણય લેવાયો હતો..મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 22 તારીખ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો..
રાજ્યના મંદિર
- દ્વારકા – 17-23 જાન્યુઆરી સુધી બંધ
- બેટ દ્વારકા – 17-23 જાન્યુઆરી સુધી બંધ
- બહુચરાજી – 17-22 જાન્યુઆરી સુધી બંધ
- ડાકોર – 17 જાન્યુઆરીએ બંધ
- શામળાજી – 17 જાન્યુઆરી બંધ
- પાવાગઢ, સારંગપુર અને ચોટીલા મંદિર દર્શન માટે રહેશે ખુલ્લા
- કેમ્પ હનુમાન અમદાવાદ- 31મી જાન્યુઆરી સુધી રહેશે બંધ

આજે પોષી પૂર્ણિમા એટલે માં અંબાનો પ્રાગટ્યોત્સવ છે..જોકે દેશમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને અંબાજી મંદિર ભક્તો માટે બંધ છે.. શોભાયાત્રા અને કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે..આજે ગબ્બરથી જ્યોત લાવીને મુખ્ય જ્યોત સાથે મિલાવવાનીવિધિ થવાની છે..તો ભટ્ટજી મહારાજ દ્વારા આરતી બાદ ધ્વજારોહણ થશે.. 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી મંદિરમાં ભક્તોને પ્રવેશ નહીં અપાય. સાથે જ ગબ્બર દર્શન પણ બંધ રહેશે. ભક્તો માટે સવાર સાંજ ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.
READ ALSO
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં