GSTV

મંદિરમાં તોડફોડની ઘટના બાદ પાકિસ્તાન ભારતના વિરોધ સામે ઝુક્યું, PM ઇમરાન ખાને કહ્યું-ફરીથી બનાવીશું

Last Updated on August 6, 2021 by Damini Patel

પાકિસ્તાનમાં સ્થિત એક મંદિરમાં તોડફોડની ઘટના બાદ પાકિસ્તાન ભારતના વિરોધ સામે ઝુક્યું છે. ગુરુવારે પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને મંદિરમાં તોડફોડની ઘટનાની નિંદા કરી અને મંદિરને ફરીથી બનાવવાની ખાતરી આપી છે. એટલું જ નહીં, પાકિસ્તાની પીએમે એમ પણ કહ્યું છે કે આ હુમલામાં સંડોવાયેલા બદમાશોને જલદીથી પકડી લેવામાં આવશે.

પાકિસ્તાની પીએમે એક ટ્વીટમાં પોતાનો મત રજૂ કર્યો

સરકાર

પાકિસ્તાની પીએમે એક ટ્વીટમાં પોતાનો મત રજૂ કર્યો છે. ઈમરાન ખાને ટ્વિટ કરીને કહ્યું કે, ‘ હું ભૂંગમાં સ્થિત ગણેશ મંદિર પર હુમલાની સખત નિંદા કરૂં છું. મેં પંજાબનાં આઈજીને પહેલેથી જ કહ્યું છે કે આ કેસમાં સામેલ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જો પોલીસે કોઈ પ્રકારની બેદરકારી કરી હોય તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે. સરકાર આ મંદિરને ફરીથી બનાવશે.

મંદિરમાં તોડફોડની ઘટનામાં, પાકિસ્તાનનો તમામ ઘમંડ એમ જ ઉતરી ગયો નથી. હકીકતમાં ભારતે આ સમગ્ર ઘટના સામે સખત વાંધો વ્યક્ત કરતા પાકિસ્તાની હાઇ કમિશનના પ્રભારીને બોલાવ્યા હતા. અને લઘુમતી સમુદાયોની ધાર્મિક સ્વતંત્રતા અને તેમના ધાર્મિક સ્થળો પર થતા સતત હુમલાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કડક વિરોધ નોંધાવ્યો હતો.

Read Also

Related posts

ગુજરાતના રાશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: સપ્ટેમ્બર માસનું અનાજ 18 તારીખથી અપાશે, 17 દિવસ લાખો પરિવારને ભૂખ્યા રાખ્યા

Pravin Makwana

નવી પાર્કિંગ પોલિસી: આડેધડ મનફાવે ત્યાં પાર્કિંગ કરી શકાશે નહીં, નક્કી કરેલી જગ્યાએ જ વાહન પાર્ક કરવા

Pravin Makwana

વિરાટ કોહલીના T-20 કેપ્ટન્સી છોડવાના નિર્ણયનું પત્ની અનુષ્કાએ કંઈક આ રીતે કર્યું સ્વાગત, જાણો એક્ટ્રેસનું રિએક્શન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!