GSTV
India News Trending

સિયાચિનમાં સેનાના જવાનો ટમેટાને સમારવા માટે કરે છે હથોડાનો ઉપયોગ, વીડિયો જોઈને રહી જશો દંગ

દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચિન ગ્લેશિયરમાં સેનાના જવાન સતર્ક રહીને હમેશા દેશની સરહદની રક્ષા કરે છે. અહીં એટલી કાતિલ ઠંડી પડે છે કે, જેથી સિયાચિનમાં જીવન જીવવુ દુર્લભ છે. ત્યારે સિયાચિનમાં સરહદની રક્ષા કરતા સેનાના જવાનનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બટાકા અને ટમેટાને સમારવા માટે હથાડાનો ઉપયોગ કરી રહ્યા છે. કેમ કે, અહીં તાપમાન માઈનસ 40 અને 70 ડિગ્રી સુધી પહોંચે છે.

જેથી ઈંડા સહિતની ખાધ્ય ચીઝ વસ્તુ જામી જાય છે. અહીં જવાનો ન્હાવા માટે બોડી વોશનો ઉપયોગ કરે છે. અને એક સપ્તાહમાં બે વખત જવાન સ્નાન કરે છે. મળતી માહિતી પ્રમાણે સિયાચિનમાં સેનાની તૈનાતગી પાછળ પ્રતિ દિવસ સાત કરોડનો ખર્ચ કરવામાં આવે છે. સિયાચિનમાં ત્રણ હજાર જવાન તૈનાત રહે છે. જમવાનું બનાવવા માટે કેરોસીનનો ઉપયોગ કરે છે અને બરફને ઓગાળીને પાણી બનાવે છે.

READ ALSO

Related posts

PAK vs AUS : પાકિસ્તાનની ટીમ ડૉક્ટર વિના ઓસ્ટ્રેલિયા પહોંચી, અંડર-19 ટીમ પાસે મેનેજર નથી

Nelson Parmar

બિહાર : પટનામાં 26મી પૂર્વ ક્ષેત્રીય પરિષદની બેઠક શરૂ, દોઢ વર્ષ બાદ નીતિશ કુમાર અને અમિત શાહ મળ્યા

Hardik Hingu

Chanakya Niti: આ 5 લોકો પાસે ક્યારેય નથી ટકતા પૈસા, જીવનભર રહે છે પરેશાન

Kaushal Pancholi
GSTV