ચીનના સૌથી ઉત્તરી શહેર મોહેમાં અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. મોહે શહેર “ચીનના ઉત્તરી ધ્રુવ” તરીકે પણ જાણીતું છે. આ શહેર – ચીન રશિયા સીમા પાસે આવેલું છે. રવિવારે શહેરના સ્થાનિક હવામાન વિજ્ઞાન કેન્દ્રે સવારે 7 વાગ્યે માઈન્સ 53 ડિગ્રી સેલ્સિયસ એટલે કે -63Fનો રેકોર્ડ ન્યૂનતમ તાપમાન નોંધાયું છે. 1969માં શહેરમાં છેલ્લે માઈન્સ 52.3C તાપમાન નોંધાયું હતું. જોકે, તાપમાન હજુ પણ ચીનના રાષ્ટ્રીય રેકોર્ડથી ઓછું છે.

ડિસેમ્બર 2009માં ઈનર મંગોલિયાના ગેન્હે શહેરમાં અત્યાર સુધીનું સૌથી ઓછી તાપમાન માઈન્સ 58 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે વાત યુકેની હોય તો સૌથી ઓછું તાપમાન માઈન્સ 27.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જે સ્કૉટલેંડના વિવિધ ભાગોના 1895, 1982 અને 1995માં નોંધવામાં આવ્યું હતું. મોહેમાં આ ઠંડી કોઈ નવી વાત નથી. ચાઈના ડેલીનું કહેવું છે કે આ શહેરને ચીનમાં સૌથી ઠંડુ માનવામાં આવે છે, અને શિયાળીનો સમયગાળો “સામાન્ય રીતે આઠ મહિના સુધી ચાલે છે.”
આ શહેર પર્યટકોને પોતાની તરફ આકર્ષિક કરે છેછે. આઈસ, સ્ન્નો પાર્ક અને સ્કીઇંગ વેન્યુ વગેરે અહીંયા ઘણા જોવાલાયક સ્થળો છે. વર્ષના મોટાભાગના સમયે અહીં તાપમાન માઈન્સ 15 ડિગ્રી સેલ્સિયસનું સરેરાશ તાપમાન જોવું સામાન્ય વાત છે. ગયા અઠવાડિયામાં ચીનના હવામાન વિજ્ઞાન અધિકારે આ વિસ્તારમાં ઘટતું તાપમાન અને ઠંડી હવાઓ માટે અલર્ટ જાહેર કર્યું હતું.

ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે, ગ્રેટર ખિંગન પર્વતમાળાના ઘણા વિસ્તારોમાં, જે આંતરિક મંગોલિયા અને હેઇલોંગજિયાંગ સુધી વિસ્તરેલા છે, શુક્રવારથી સતત ત્રણ દિવસ સુધી, મોહેમાં તાપમાન માઈન્સ 50 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું છે.બીજિંગ ન્યૂઝે શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે ઠંડા હવામાનને કારણે શહેરના કોલસાના વપરાશમાં વધારો થયો છે
Also Read
- બીબીસીની ડોક્યુમેન્ટ્રીનો અભ્યાસ કરવાનો મીડિયાને અધિકાર, સરકાર તેના ઉપર પ્રતિબંધ ના મુકી શકે : અરજદારો
- એફસીઆઇએ ઇ-હરાજીના પ્રથમ બે દિવસમાં ૯.૨ લાખ ટન ઘંઉ ખુલ્લા બજારમાં વેચ્યાં
- ભારતે છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં આટલા કરોડના સૈન્ય ઉપકરણોની કરી આયાત
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો