GSTV
Gujarat Government Advertisement

ફ્રાંસમાં 45 ડિગ્રીને પાર પહોંચ્યુ તાપમાન, રસ્તાઓ ઉપર લગાવાયા ફુવારા

આખા યુરોપમાં આ વર્ષે ગરમી તેની ચરમસીમાએ પહોંચી ગઈ છે. જૂનનાં અંતિમ સપ્તાહમાં આખા યુરોપમાં સરેરાશ 45 ડિગ્રી સેલ્શિયસની ઉપર તાપમાન પહોંચી ગયુ હતુ.

ફ્રાંસમાં શુક્રવારે રેકોર્ડ તાપમાન 45.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. તેની પહેલાં દક્ષિણમાં મોન્ટપેલ્લિયરમાં ઓગષ્ટ 2003માં તાપમાન 44.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ.

યુરોપમાં જો 40 ડિગ્રીથી વધુ તાપમાન પહોંચી જાય ચો. ત્યાંના લોકોનાં હાથ-પગમાં છાલા પડવા લાગે છે. તેનું કારણ છેકે, યુરોપ 25 ડિગ્રીથી 45 ડિગ્રી અક્ષાંશની વચ્ચે આવે છે. જેને ટેમ્પરેટ ઝોન પણ કહેવામાં આવે છે.

ફ્રાંસના હવામાન વિભાગનું અનુમાન છેકે, આ તાપમાન હજી વધારે ઉપર જઈ શકે છે. સતત વધી રહેલાં તાપમાનને જોતા ફ્રાંસ સરકારે રસ્તાઓ ઉપર દરેક જગ્યાએ ફુવારા મુકી દીધા છે. જેથી જમીનનાં તાપમાનને નીચું રાખી શકાય.

હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છેકે, યુરોપમાં વધી રહેલાં તાપમાનનું મોટું કારણ આફ્રિકા તરફથી આવી રહેલી ગરમ હવાઓ છે. હવાઓ ગરમ હોવાના કારણે ફ્રાંસમાં રસ્તાઓ ઉપર નીકળવું ઘણું મુશ્કેલ થઈ ગયુ છે. સતત વધતી ગરમીને ધ્યાનમાં રાખીને ફ્રાંસ સરકારે દરેક સ્કૂલોને બંધ કરી દીધી છે.

ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોએ કહ્યુ છેકે, અમે દેશનાં લોકોને ગરમીથી બચાવવાના પ્રયાસો ઉપર કામ કરી રહ્યા છીએ. કહેવાય રહ્યુ છેકે, આખા દેશમાં પંખા અને એરકંડીશન વેચાઈ ચૂક્યા છે.

સ્વિત્ઝર્લેન્ડ સરકારે સતત વધી રહેલી ગરમીને જોતા કોઈ કોઈ વિસ્તારોમાં ચોથા સ્તરની હીટ વોર્નિંગ રજૂ કરી દીધી છે. ચોથા સ્તરની હીટ વોર્નિંગ ત્યારે અપાય છે, જ્યારે જરૂરત કરતાં વધારે ગરમી થાય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઝટકો / સિંધિયાની હોમટાઉનમાં જ આબરૂની ધૂળધાણી, ‘બેશર્મ’ ફૂલોની માળા પહેરાવી ભાજપ સરકારનું નાક વાઢી લેવાયું

Dhruv Brahmbhatt

G-7 બેઠક/ ચીનને રેલો આવ્યો : ધમકી આપી કે હવે તમારો સમય પૂરો, ફફડી ગયું

Vishvesh Dave

કોકડું ગૂંચવાયું / કોંગ્રેસ માટે પંજાબમાં દળી દળીને ઢાંકણીમાં, કેપ્ટન અને સિદ્ધુની લડાઈમાં કોંગ્રેસ રાજ્ય ખોશે

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!