GSTV

ટેલિવિઝનની આ દિગ્ગજ અભિનેત્રીએ વિડીયો બનાવીને માંગી પીએમ મોદી પાસે મદદ, કહ્યુ શું આ જ છે આપણા દેશની મહિલાની ઈજ્જત?

Last Updated on October 22, 2021 by GSTV Web Desk

ટેલિવિઝનજગત અને ફિલ્મજગત બંનેમા ખુબ જ લાંબા સમયથી સક્રિય એવા દિગ્ગજ અભિનેત્રી સુધા ચંદ્રન હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થયા છે. લાંબા સમયથી આ અભિનેત્રી એક સમસ્યા સામે ઝઝૂમી રહી છે અને હવે તે તેનાથી એટલી કંટાળી ગઈ છે કે તેણે પીએમ મોદી પાસેથી મદદ માંગી છે. તેણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે એરપોર્ટ પર થનારા સિક્યુરિટી ટોર્ચર વિશે વાત કરી હતી.

જાણો શું છે સમસ્યા ?

આ વીડિયો વિશે જો વાત કરીએ તો સુધાએ પોતાની સાથે અને પોતાના જેવા અનેક બીજા લોકો સાથે બનતી એક ખુબ જ ગંભીર સમસ્યા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આ વીડિયોની માનીએ તો સુધા ચંદ્રનને વર્ષોથી એરપોર્ટ પર દર વખતે એક સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જેના કારણે તે ખૂબ જ દુઃખી છે. આપણે સૌ જાણીએ છીએ કે, સુધા ચંદ્રને ઘણા વર્ષો પહેલા એક અકસ્માતમાં તેનો એક પગ ગુમાવ્યો હતો, જેથી તે આર્ટિફિશિયલ પગના સહારે ચાલે છે. જ્યારે પણ સુધા ચંદ્રન એરપોર્ટ જાય છે ત્યારે ચેક-ઇન દરમિયાન એરપોર્ટ ઓથોરિટી તેને પોતાનો આર્ટિફિશિયલ પગ ઉતારવા માટે કહે છે, જેથી તેની યોગ્ય તપાસ કરી શકાય. હાલ, સુધા વારંવાર એરપોર્ટમા ચેક-ઈન દરમિયાન થતી આ પ્રોસેસથી કંટાળી ગઈ છે.

વીડિયોમાં શું કહ્યું સુધાએ?

વીડિયોમાં સુધાચંદ્રને પીએમ નરેન્દ્ર મોદીને અપીલ કરી હતી કે, તે વરિષ્ઠ નાગરિકો માટે એક કાર્ડ બહાર પાડે કે, જેથી એરપોર્ટ પર ચેક-ઈન અને ચેક-આઉટ કરતા સમયે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. વીડિયોમાં સુધા ચંદ્રન જણાવે છે કે, જ્યારે પણ હું એરપોર્ટ જાઉં છું ત્યારે સીઆઈએસએફના અધિકારીઓ મને કૃત્રિમ પગ ઉતારવાનું કહે છે. મોદીજી, શું આ જ છે આપણા દેશની મહિલાની ઈજ્જત? આ જ છે આપણા દેશના લોકોની બીજા લોકો પ્રત્યેની લાગણી? શું આપણા દેશની સંસ્કૃતિ આપણને આ શીખવાડે છે?

સીઆઈએસએફએ ટ્વીટ માટે માફી માંગી :

સુધા ચંદ્રન દ્વારા સોશિયલ મીડિયા પર આ વિડીયો શેર કર્યા બાદ સીઆઈએસએફએ તેમને થયેલી અસુવિધા બાબતે માફી માંગી હતી. સીઆઈએસએફએ જણાવ્યું હતું કે, ‘અમે તપાસ કરીશું કે સંબંધિત મહિલા કર્મચારીઓએ સુધા ચંદ્રનને કૃત્રિમ પગ હટાવવા માટે મજબુર કેમ કર્યા? અને ખાતરી આપી હતી કે મુસાફરી કરનારા મુસાફરોને કોઈ અસુવિધા નહીં થાય.’ સીઆઈએસએફએ ટ્વીટ કર્યું હતું કે, ‘સુધા ચંદ્રનને થયેલી અસુવિધા માટે અમે ખૂબ દિલગીર છીએ પરંતુ, અમે સુરક્ષા હેતુસર અમુક નિયમોથી બંધાયેલા હોઈએ છીએ જેનું અમારે પાલન કરવુ જ પડે છે.

Read Also

Related posts

કડાકો/ ક્રીપ્ટોમાં અધધ કરોડ સાફ, ટોચની 100 કરન્સીમાંથી 94માં સાત દિવસથી સતત ઘટાડો

Damini Patel

કોરોના મહામારી વકરતા ચૂંટણી પંચનો નિર્ણય, પ્રતિબંધો લંબાવાયા; ઘરે ઘરે પ્રચાર માટેની સંખ્યા ઘટી

Damini Patel

આરોગ્ય અધિકારીઓએ આપી ચેતવણી, ઘનિષ્ઠ વસ્તીવાળા વિભાગોમાં ઝડપભેર ફેલાશે કોરોના મહામારીનો વ્યાપ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!