GSTV
Gujarat Government Advertisement

Telegram પર ચેટ કરતા લોકો માટે કામના સમાચાર/ અપનાવો આ 5 સેફ્ટી ફીચર્સ, તમારો ડેટા રહેશે સુરક્ષિત

Telegram

Last Updated on February 25, 2021 by Sejal Vibhani

Whatsapp બાદ Telegram બીજી ઈન્સટન્ટ મેસેજિંગ એપ છે જેનો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવી રહ્યો છે. Whatsappની પ્રાઈવેસી પોલિસીનો સીધો ફાયદો Telegramને થયો છે. જાન્યુઆરીથી Telegram યૂઝર્સની સંખ્યા સતત વધી રહી છે. જાન્યુઆરી 2021માં Telegram એપના 6.3 કરોડ ડાઉનલોડ્સ રહ્યા જેમાં 21 % માત્ર ભારતના જ લોકો છે. જેનું સૌથી મોટુ કારણ છે Telegramનું સેફ્ટી ફિચર્સ. કંપનીના ફાઉન્ડર પાવેલ દુરોવ સતત Telegramની પ્રાઈવેસી પોલિસીને લઈને ચર્ચામાં છે. ટેલિગ્રામ યૂઝર્સને અનેક એવા ફીચર્સ અને ટૂલ્સ આપે છે જેમાં તમારો ડેટા વધુ સુરક્ષિત રહે છે. તો આવો જાણીએ ટેલિગ્રામના ટોપ 5 સેફ્ટી ફીચર્સ શું છે ?

Telegramના સેફ્ટી ફીચર્સ

લોક ચેટ

Telegramનું સૌથી સેફ ચેટ ફીચર છે કે તમે તમારી ચેટ્સ પણ લોક કરી શકો છો. ત્યારબાદ તમારે ચેટ ઓપન કરવા માટે પિન કોડ અથવા ફિંગરપ્રિંટ સેંસરનો ઉપયોગ કરવાનો રહેશે. તેના માટે તમારે સેટિંગ્સમાં જઈને પ્રાઈવેસી એન્ડ સિક્યોરિટીમાં જવું પડશે. હવે ત્યાં પાસવર્ડ લોક પર ક્લિક કરવું પડશે.

સીક્રેટ ચેટ્સ

Telegram પર કરવામાં આવતી ડિફોલ્ટ તેટ એન્ડ-ટુ-એન્ડ ઈનક્રિપ્ટેડ હોતી નથી. તેમાં એક સાથે મોબાઈલ-લેપટોપ જેવા અનેક ડિવાઈઝ ખોલી શકાય છે. જો કે તમને Telegram પર સિક્રેટ ચેટનો ઓપ્શન મળે છે. જે એન્ડ-ટુ-એન્ડ ઈનક્રિપ્ટેડ હોય છે. તમારી સીક્રેટ ચેટમને સેંડર અને  રિસિવર ઉપરાંત કોઈ જોઈ શકતું નથી. તમે સીક્રેટ ચેટને એક સાથે અન્ય સિસ્ટમ પર પણ જોઈ શકતા નથી.

સેલ્ફ ડિસ્ટ્રક્ટિંગ મીડિયા

Telegramનું આ ફીચર પહેલા માત્ર સીક્રેટ ચેટ માટે જ હતું. પરંતુ હવે રેગ્યુલર ચેટ માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આ ફીચર દ્વારા તમે કોઈ પણ ટાઈમર સાથે વીડિયો અથવા ફોટો મોકલી શકો છો તો તે ઈમેજ અથવા વીડિયોને સિલેક્ટ કરી લ્યો. હવે આ ફોટો અથવા વીડિયોના નીચે ક્રોપ, એડિટ ઓપ્શનની પાસે સ્ટોપવોચના આઈકોન પર ક્લિક કરો. હવે તમે ટાઈમ સેટ કરી આપો, જે બાદ તમારી મીડિયા ચેટ પોતાની રીતે જ ગાયબ થઈ જશે.

ટૂ-સ્ટેપ વેરિફિકેશન

તમે સેફ્ટી માટે Telegram પર ટૂ-સ્ટેપ વેરિફિકેશન પણ ઓન કરી શકો છો. તેનાથી જ્યારે પણ તમે કોઈ નવી સિસ્ટમ પર લોગ કરશો તો તમારે OTP ઉપરાંત એક પાસવર્ડ પણ નાખવાની જરૂરત રહેશે. તેના માટે તમારે સેટિંગ્સમાં  જઈ પ્રાઈવેસી એન્ડ સિક્યોરિટીમાં જવું પડશે. અહીં ટૂ-સ્ટેપ વેરિફિકેશન પર ક્લિક કરવાનું રહેશે.

પ્રોક્સી સર્વર્સ

Telegramના આ ફીચર દ્વારા તમે તમારું IP એડ્રેસ છૂપાવી શકો છો. તે VPN કનેક્શનની જેમ કામ કરે છે. જો કે, તેમાં ઈન્ટરનેટ સ્પીડ પ્રભાવિત થતું નથી. Telegram પર પ્રોક્સી સર્વરને સેટઅપ કરવા માટે સેટિંગ્સમાં જઈ ડેટા એન્ડ સ્ટોરેજમાં આપવામાં આવેલ પ્રોક્સી સેટિંગ્સ પર ક્લિક કરો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પ્રિયંકા ગાંધીના આરોપો પર બીજેપી નેતા સંબિત પાત્રાએ આપ્યો આ સ્ફોટક જવાબ, આપત્તિના સમયમાં ગરમાયું રાજકારણ

Harshad Patel

Oral Symptoms of Covid/ માત્ર સ્વાદ જ નહિ, મોઢામાં દેખાવા વાળા આ પાંચ લક્ષણ હોઈ શકે છે કોરોનાના સંકેત

Damini Patel

તંત્રની ખુલી પોલ/ સુરતમાં એટલી બદતર સ્થિતિ છે કે શબવાહીનીઓ ખૂટી પડી, કોવિડ ડેડ બોડી લાવવા સ્કૂલ વાનનો ઉપયોગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!