GSTV

Telegram નો ઉપયોગ કરતા હોવ તો ચેતી જજો, હેકર્સ આ રીતે ચોરી રહ્યાં છે તમારો સંપૂર્ણ ડેટા

છેલ્લા ઘણા સમયથી પ્રાઈવેસી પોલિસી અંગે ઘણો વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે વ્હોટ્સએપ છોડી ઘણા લોકોએ બીજી એપ્લિકેશન અપનાવી હતી. જેમાંથી એક ટેલિગ્રામ પણ છે. પરંતુ ટેલિગ્રામ વાપરતા લોકોએ ચેતી જવાની જરૂર છે. ટેલિગ્રામ હેકર માટે નવો હથિયાર બની ગયું છે. એક અહેવાલ અનુસાર, હેકર્સ ટેલિગ્રામ એપના બૉટનો ઉપયોગ કરી ફેસબુક યુઝર્સની કોનટેક્ટ ડિટેલ્સ એક્સેસ કરી રહ્યાં છે અને લગભગ 500 મિલિયન ફેસબુક યુઝર્સના ફોન નંબર ટેલિગ્રામ બૉટ થકી વેચાઈ રહ્યાં છે.

ટેલિગ્રામ વ્હોટ્સએપ જેવી એક મેસેજીંગ એપ્લિકેશન છે. જેના થકી યુઝર્સ પોતાના ફ્રેન્ડ્સ, ફેમિલી અને ઓફિસના લોકો સાથે જોડાયેલા રહો છો. પરંતુ ચાલાક હેકર્સ હવે ટેલિગ્રામને નવા હથિયાર તરીકે વાપરી રહ્યાં છે અને કરોડો લોકોના ડેટા ચોરી કરી વેચી રહ્યાં છે. સિક્યોરિટી રિસર્ચરનું કહ્યું કે, ટેલિગ્રામ બૉટની પાસે લગભગ 500 મિલિયન યુઝર્સના ફોન નંબર છે. આ તે યુઝર્સનો ડેટા છે જેમનો ડેટા 2 વર્ષ અગાઉ ડેટા બ્રીચમાં હેકર્સના હાથે લાગ્યો હતો.

રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે, આ બૉટ યુઝર્સ પાસેથી ફેસબુક આઈડીના બદલ ફોન નંબર એન્ટર કરવા કહે છે અને યુઝર્સના નંબરનો એક્સેસ મેળવે છે. આ ઉપરાંત આ બૉટ એક રીતે ‘રિવર્સ સર્ચ’ ટ્રિકથી ફેસબુક આઈડી થકી યુઝર્સનો નંબર એક્સેસ કરી લે છે. નિષ્ણાંતોએ કહ્યું કે, 40 કરોડથી વધુ યુઝર્સનો ડેટા સુરક્ષિત નથી. જેમાં 19 દેશના લોકો સામેલ છે.

એવું કહેવાય છે કે, આ બૉટથી વધુ જોખમ એ લોકોને છે જેમનું ફેસબુક અકાઉન્ટ 2019 પહેલા બન્યા હતા. 2019માં ફેસબુકની ખામીને કારણે ઘણા યુઝર્સનો ડેટા લીક થયો હતો. એક્સપર્ટ્સના મતે ડેટાબેસ સાઈબર ક્રાઈમ કોમ્યુનિટીમાં વેચવામાં આવી રહ્યો છે. જે લોકોની પ્રાઈવેસી માટે જોખમ છે. કારણ કે, સાઈબર ક્રિમિનલ્સ છેતરપિંડી માટે તેનો ઉપયોગ કરી શકે છે.

READ ALSO

Related posts

ખુશખબર/ જાહેર થયા પાક ઉત્પાદનના અંદાજો : 30.33 કરોડ ટન અનાજ પેદા થશે, જાણી લો કયા પાકનું કેટલું થશે ઉત્પાદન

Karan

ખેડૂતો માટે સારા સમાચાર/ હવે આ ખેતી પર અડધા પૈસા સરકાર આપશે, લાખો કમાવવાનો અવસર

Mansi Patel

સલાહ/ આકર્ષક ફિગર જોઈએ તો કરીના કપૂરના આ વેટ લોસ સીક્રેટને કરો ટ્રાય, ઝીરો ફિગરના માલિક બની જશો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!