Last Updated on February 26, 2021 by Sejal Vibhani
Telegram અને Whatsappમાં હાલ જોરદાર કોમ્પિટિશન જોવા મળી રહ્યું છે. બેંને કંપની યુઝર્સને પોતાની તરફ આકર્ષિત કરવા માટે નવા ફીચર્સ રોલઆઉટ કરી રહી છે. પોતાના શાનદાર સેફ્ટી ફીચર્સથી Telegram સતત પોતાના યુઝર્સની સંખ્યા વધારવાના પ્રયત્નો કરી રહી છે. યૂઝર્સ માટે ટેલિગ્રામે અમૂક નવા ફીચર્સ સામેલ કર્યા છે. જેમાં Auto Delete Messages, Home Screen Widgets અને Expiring Invite Links જેવા ઉપયોગી ફીચર્સ સામેલ છે. તેમાંથી અમૂક ફીચર્સ એટલા હદ સુધી Whatsapp સમાન છે. તો આવો જાણીએ આ ફીચર્સ અંગે અને તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયા.

Telegram Auto delete messages
Telegramએ પોતાના યૂઝર્સ માટે તાજેત્તરમાં આ ફીચરનો સમાવેશ કર્યો છે. જેમાં તમે સેંડ કરેલા મેસેજને સરળતાથી ડિલિટ કરી શકો છો. તેના માટે તમારે ટાઈમર સેટ કરવું પડશે. તમે 24 કલાક અથવા 7 કલાક સુધીનો ટાઈમ સેટ કરી શકો છો. તમારે મેસેજ સેંડ કરતા પહેલા ટાઈમ સેટ કરવો પડશે. હવે તમે જે ટાઈમ સેટ કર્યો છે તે બાદ મેસેજ ઓટોનેટિક ડિલિટ થઈ જશે. તમે આ ફીચરનો ઉપયોગ ગૃપ અને Telegram ચેનલમાં પણ કરી શકો છો. જો કે, ગૃપ એડમિનએ આ ફીચરને પહેલા ઈનેબલ કરવું પડશે. આ ફિચર માટે તમે તમારી એપને જરૂરથી અપડેટ કરી લ્યો.

Telegram Broadcast groups
Telegramના બ્રોડકાસ્ટ ગૃપ ફીચરમાં માત્ર એક ગૃપ એડમિન જ ટેક્સ્ટ મેસેજ મોકલી શકે છે. આ બ્રોડકાસ્ટ ગૃપને બીજો યૂઝર્સ લાઈવ વોઈસ ડિસકમથી જોઈન્ટ કરી શકે છે. તેનાથી ગૃપમાં ઓડિયો બેસ્ડ ચર્ચા થઈ શકે છે. Broadcast groupsમાં તમે જેટલા ઈચ્છો એટલા લોકોને એડ કરી શકો છો. આ ઉપરાંત તેમાં મેસેજ રિપોર્ટ કરવાનો પણ એક ઓપ્શન છે.
Expiring group invite links
Telegramનું એક ખાસ ફિટર છે જેમાં ગૃપ એડમિન એક લિંક ક્રિએટ કરી શકે છે. તેનાથી તમે નવા યૂઝર્સને ટેલિગ્રામ ગૃપમાં સામેલ કરી શકો છો. જો કે આ લિંકની એક ટાઈમ લિમિટ હશે અને નિર્ધારિત સમય બાદ જ તે પોતાની રીતે ડિલિટ થઈ જશે. તમે ઈચ્છો તો લિંક સાથે એ નક્કી કરી શકો છો કે આ લિંક દ્વારા કેટલા લોકોનો સમાવેશ કરી શકાય છે.
READ ALSO
- જો મો માં વારંવાર છાલા પડે છે, તો પછી આ સરળ ઘરેલું ઉપાય અજમાવો
- ડબલ માસ્ક કોરોના થી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, માસ્કથી ફક્ત ૪૦ ટકા સલામતી
- કોરોનાનું ભયાવહ રૂપ / મહારાષ્ટ્રમાં દર ત્રીજી મિનીટે એકનું મોત અને દર કલાકે અંદાજે 3 હજાર લોકો સંક્રમણના ભોગ
- અમૂલ ડેરી કેસ: 12% જીએસટી લાગશે ફ્લેવર્ડ મિલ્ક ઉપર, ગુજરાત એએઆરનો ચુકાદો
- કોરોનાનો કાળો કહેર / જામનગરમાં સર્જાયા હૈયું કમકમી ઉઠે તેવાં દ્રશ્યો, એકસાથે સળગી રહી છે 12-12 ચિતાઓ
