આમ તો વોટ્સએપમાંનું ચેટિંગ ‘એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન’થી સલામત હોવાનું એટલે કે બે ફોન વચ્ચે ત્રીજી કોઈ વ્યક્તિ મેસેજ જોઈ-વાંચી-સાંભળી ન શકતી હોવાનું કહેવાય છે, પણ આ દાવો પોકળ હોવાની પણ વારંવાર ચર્ચા થાય છે. ખાસ કરીને જો વોટ્સએપનો પીસી પર ઉપયોગ થાય કે ગૂગલ ડ્રાઇવમાં તેનો બેકઅપ લેવાય તો તેનું એન્ક્રિપ્શન જોખમાઈ જાય છે.

હમણાં એમેઝોનના સીઇઓ જેફ બેઝોઝનો સ્માર્ટફોન હેક થયાનો કિસ્સો ખાસ્સો ચગ્યો અને તે માટે વોટ્સએપ જવાબદાર હોવાના દાવા થયા છે. બીજી તરફ, વોટ્સએપની માલિક કંપનીના વાઇસ પ્રેસિડેન્ટે આ માટે એપલની ઓપરેટિંગ સિસ્ટમમાં ખામી હોવાનું જણાવ્યું છે. ત્યાં હમણાં, વોટ્સએપની હરીફ ટેલિગ્રામ કંપનીના સીઇઓ પેવલ દુરોવે પણ દાવો કર્યો છે કે જેફ બેઝોઝનો ફોન હેક થવા પાછળ વોટ્સએપ જ જવાબદાર છે.


તેમના કહેવા અનુસાર, વોટ્સએપનું એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન તમને સંપૂર્ણ પ્રાઇવસી આપી શકતું નથી. તેમણે કહ્યું હતું કે વોટ્સએપ જેવી એપની ચેટ હિસ્ટ્રીનો બેકઅપ થર્ડ પાર્ટી ક્લાઉડ સર્વર્સમાં સ્ટોર થાય ત્યારે તે એન્ક્રિપ્ટેડ રહેતો નથી. દુરોવના કહેવા અનુસાર, સિક્યોરિટી એજન્સીઝ એપ ડેવલપર્સ પર પોતાની એપમાં પાછલે બારણેથી ઘૂસવાના રસ્તા ખુલ્લા રાખવા દબાણ કરતી હોય છે. દુરોવના કહેવા અનુસાર, ટેલિગ્રામ આમ કરતી નથી એટલે સંખ્યાબંધ દેશોમાં તેના પર પ્રતિબંધ છે. જોકે એ પણ ખાસ નોંધવા જેવું છે કે ટેલિગ્રામ એપ પ્રાઈવસી માટેનું સ્વર્ગ ગણાતું હોવાથી પણ વિવાદાસ્પદ છે.
READ ALSO
- બનાસકાંઠામાં લવજેહાદની ઘટનાઓ બનતા લોકોમાં રોષ, કાયદો લાવવાની કરી રહ્યા છે વાત
- રૂપાણી સરકારને સુપ્રીમની ફટકાર, કોર્ટનો સમય બરબાદ કરવા બદલ ફટકાર્યો આટલો દંડ
- સગીર સ્ટુડન્ટે ટ્યૂશન ટીચરનું જીવવું કર્યું હરામ, પોર્ન સાઈટ પર બનાવી દીધી તેમની પ્રોફાઈલ
- અમદાવાદ/ ઉત્તરાયણમાં હરખઘેલા બનેલા યુવકે હવામાં કર્યું ફાયરિંગ, પોલીસે ફરિયાદ નોંધી
- સાબરકાંઠા/ દંત્રાલ ગ્રામપંચાયતમાં ડખો, બે જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસ કાફલો ખડકી દીધો