GSTV
Gujarat Government Advertisement

ટેક્નો વોર / WhatsAppને ટક્કર આપવાની તૈયારી: ટેલિગ્રામે એડ કર્યા નવા ફિચર્સ, જાણો કેવી રીતે ગ્રુપ કોલ કરી શકાશે

Last Updated on May 17, 2021 by Bansari

WhatsAppને ટક્કર આપવા માટે ટેલિગ્રામ (Telegram)એ કોઇ પણ પ્રકારની કસર નથી છોડી. તેના નવા અપડેટમાં ટેલિગ્રામ એ તમામ ફિચર્સ આપી રહ્યો છે, જે તમને વોટ્સએપમાં મળે છે. ટેલિગ્રામે તેની એપ્લિકેશન અપડેટ કરતા નવા એડ ઓન ફિચર એડ કર્યા છે. નવા અપડેટમાં શેડ્યૂલિંગ વોઇસ ચેટ માટે મિની પ્રોફાઇલ, નવા વેબ વર્ઝન અને પેમેન્ટ્સ 2.0 જેવા અપડેટ સામેલ છે. ટેલિગ્રામે આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપને બીટા વર્ઝનમાં ગ્રુપ કોલિંગ ફિચરને રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. ચાલો જાણીએ ટેલિગ્રામમાં ગ્રુપ કોલિંગ ફિચરને કેવી રીતે ઉપયોગ કરી શકાય છે.

આવી રીતે વીડિયો કોલ કરો

  • તમારા સ્માર્ટફોનમાં ટેલિગ્રામ એપ ઓપન કરો
  • કોઇ પણ ગ્રુપ ચેટ વિંડો પર જઇ તેના હેડર પર ટેપ કરો
  • અહીં તમને ગ્રુપ મેમ્બર્સ અને નોટિફિકેશન સેટિંગ સહિત ગ્રુપ સંબંધિત અન્ય ડિટેલ દેખાશે
  • હવે ટોપ રાઇટ કોર્નરમાં બનેલા ત્રણ ડોટ્સ (…) પર ટેપ કરો અને ‘સ્ટાર્ટ વોઇસ ચેટ’ ઓપ્શનને સિલેક્ટ કરો
  • હવે તમને એક નવી પોપ-અપ વિંડો દેખાશે, જ્યાં તમે એ મેમ્બર્સને સિલેક્ટ કરી શકો છો, જેમને તમે ગ્રુપ કોલમાં સામેલ કરવા માંગો છો.
  • ટેલિગ્રામના ગ્રુપ કોલમાં‘Only admins can talk’નામથી એક ખાસ સુવિધા મળશે. આ બોક્સ પર ટિક કર્યા પછી માત્ર કોલ કરનારા જ બોલશે અને બાકી અન્ય મેમ્બર્સ સાંભળશે.
whatsapp

વોઇસ ચેટ શેડ્યૂલ ફિચર

ટેલિગ્રામ પર ગ્રુપ એડમિન અને ચેનલ્સ હવે વોઇસ ચેટને ડેટ અને ટાઇમ નાંખી શેડ્યૂલ કરી શકશો. આ ફિચર ગૂગલ મીટ પર પહેલાથી ઉપલબ્ધ છે. તે કોમ્યુનિટી મેમ્બર્સને પોતાના મિત્રોને શોધવા અને કોલ કરવા માટે સમય આપે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari

ICSIનો મોટો નિર્ણય, CSEET 2021 ની પરીક્ષામાંથી UG અને PG વિદ્યાર્થીઓને મળશે મુક્તિ, મળશે સીધો પ્રવેશ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!