Last Updated on March 9, 2021 by Mansi Patel
અનિચ્છનીય કોલને લઈ સરકારના આકરા વલણ બાદ હવે ટેલિકોમ કંપનીઓએ આ અંગે નવો નિયમ લાગુ કર્યો છે. આ કારણે લાખો ગ્રાહકોને OTP જેવા જરૂરી SMS મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ સમસ્યા આગામી થોડા દિવસો સુધી ભોગવવી પડશે. આ કારણે કન્ઝ્યુમર્સને આધાર ઓટીપી, કોવિડ પ્લેટફોર્મ દ્વારા વેક્સિનેશન સહિતના જરૂરી કાર્યો માટે મોકલવામાં આવતા એસએમએસ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.
મુશ્કેલીનું કારણ
દૂરસંચાર નિયમાક ટ્રાઈએ ગ્રાહકોને અનિચ્છનીય કોલ અને ફેક મેસેજની મુશ્કેલીથી બચાવવા ટેલિકોમ કંપનીઓને ગ્રાહકોના રજિસ્ટ્રેશન અને માનકતાના નવા નિયમો લાગુ કરવા કહ્યું છે. આ કારણે ટેલિકોમ ઓપરેટર કંપનીઓએ રવિવાર રાતથી તે નિયમ લાગુ કરી દીધો છે.

જલ્દી સમાધાન
આ કારણે સોમવારથી જ અનેક ગ્રાહકોને વિવિધ ઉપયોગી મેસેજ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. જો કે, ટેલિકોમ કંપનીએ ટૂંક સમયમાં જ આ સમસ્યાનું સમાધાન આવી જશે તેવી ધરપત આપી છે.
ટ્રાઈએ અનિચ્છનીય કોલ અને મેસેજ રોકવા માટે ઓપરેટર્સને બ્લોકચેન તકનીકનો ઉપયોગ કરવા કહ્યું હતું. સરકાર પણ આ મામલે સખત બની છે અને ગ્રાહકોને બિનજરૂરી કોમર્શિયલ કોલ કે મેસેજ મોકલનારી કંપનીઓને દંડ કરવાની જોગવાઈ થઈ રહી છે.
ટેલીમાર્કેટિંગ કંપની દ્વારા સંદેશ મોકલવા માટે ગ્રાહકોને મંજૂરીને અનિવાર્ય કરવાના નવા નિયમોને જોતા આ બદલાવ કરવામાં આવ્યા હતા. નિયામકે દૂરસંચાર ઓપરેટરો પાસે આ સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું હતું કે વ્યવસાયિક સન્ડે માત્ર રજીસ્ટર્ડ નંબર દ્વારા થાય.
સરકારનું આકરું વલણ

સરકાર આ મામલ હાલમાં જ સખ્ત થઇ હતી. ગ્રાહકોને અનિચ્છનીય કમર્શિયલ કોલ અથવા SMS મોકલવા વાળી કંપની પર દંડનું પ્રાવધાન કરવામાં આવી રહ્યો છે. એવા એપ વિકસિત કરવામાં આવશે જેના માધ્યમથી ગ્રાહક ટેલિકોમ કંપનીને અનિચ્છનીય કોલ, એસએમએસ અને નાણાકીય છેતરપિંડીની ફરિયાદ કરી શકે છે. નાણાકીય છેતરપિંડીને રોકવા માટે ડિજિટલ ઇન્ટેલિજન્સ યુનિટની સ્થાપના કરવામાં આવશે.
હાલમાં ટેલિકોમ મંત્રી રવિ સંકરની અધ્યક્ષમાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યા હતા. પ્રસાદની વરિષ્ઠ અધિકારી સાથે થયેલી બેઠકમાં કમર્શિયલ કોલની સંખ્યા વધવાની વાત કહેવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યું કે ગ્રાહક દ્વારા ડુ નોટ ડિસ્ટર્બમાં રજીસ્ટ્રેશન કરાવવા છતાં પણ એ જ નંબરથી સતત કમર્શિયલ કોલ અને એસએમએસ આવે છે.

પ્રસાદે આવી કંપનીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યા અને એમના પર દંડની જોગવાઈ કરવા કહ્યું. નિર્દેશોમાં કહેવામાં આવ્યું કે નિયમોનું ઉલ્લંઘન કરવા વાળી ટેલી-માર્કેટિંગ કંપનીઓના કનેક્શન પણ કાપવામાં આવે. મંત્રાલયના નિર્દેશનું પાલન સુનિશ્ચિત કરાવવા માટે ટેલિકોમ તેમજ ટેલી-માર્કેટિંગ કંપની સાથે બેઠક કરવામાં આવશે.
Read Also
- સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા
- દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ
- દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર
- કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ
- ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો
