GSTV
Auto & Tech Trending

મોબાઇલ રિચાર્જ કરાવવુ ભારે પડી જશે, ટેલિકોમ કંપનીઓ બીજો ઝટકો આપવાની તૈયારીમાં

રિચાર્જ

ભારતની તમામ ટેલીકોમ કંપનીઓએ પોતાના ટેરિફની કિંમતો વધારી દીધી છે. રિલાયન્સ જિયોથી લઇને આઇડિયા-વોડાફોન અને એરટેલે દરેક પ્લાન્સ પર 40 ટકા સુધીનો વધારો કર્યો છે. પરંતુ આ વધારો આટલેથી જ નહી અટકે. આવનારા સમયમાં ટેરિફની કિંમતોમાં હજુ પણ વધારો થઇ શકે છે. એક્સપર્ટસનું માનવું છે કે ટેલીકોમ ઇન્ડસ્ટ્રીઝને નુકસાનથી બચાવા માટે આવું થઇ શકે છે.

એક રિપોર્ટ અનુસાર સેલ્યૂલર ઓપરેટર્સ એસોશિએશન ઑફ ઇન્ડિયા એટલે કે COAIના ડાયરેક્ટર જનરલ રાજન મેથ્યુઝનું માનવું છે કે ઇન્ડસ્ટ્રીના ફાઇનાન્શિયલ સ્ટ્રેસના નિવારણ માટે ટેરિફ હાઇક થવા જોઇએ. તેમણે જણાવ્યું કે ટેરિફ હાઇક 200 રૂપિયા સુધી વધવા જોઇએ.

ટેલીકોમ કંપનીઓ પણ ટેરિફ હાઇકને લઇને TRAI પાસે ગઇ છે જેથી વૉઇસ અને ડેટા માટે ફ્લોર પ્રાઇસિંગ નક્કી કરી શકાય. ફ્લોર પ્રાઇસિંગ માટે એક પેપર પણ તૈયાર કરવામાં આવ્યુ છે અને તેના અંતર્ગત આગામી મહિને અથવા તો આગામી અઠવાડિયે ટેરિફની કિંમતો વધી શકે છે.

રિપોર્ટ અનુસાર સેલ્યુલર ઓપરેટર્સ એસોશિએશન ઑફ ઇન્ડિયાએ ટેરિફ વધારાને લઇને ટ્રાઇ પાસે ગઇ છે અને કન્સલ્ટેશન પેપર આપીને ફ્લોર પ્રાઇસ સેટ કરવા કહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાગના કસ્ટમર્સે હજુ પણ નવા પ્લાન્સ સાથે રિચાર્જ નથી કરાવ્યું,

હાલ ટેલીકોમ રેગ્યુલેટર ઑથોરિટી ઑફ ઇન્ડિયા એટલે કે ટ્રાઇ સ્ટેક હોલ્ડર્સના કમેન્ટની રાહ જોઇ રહ્યું છે. જે બાદ ટેરિફમાં વધારો કરવો કે નહી તે અંગે નિર્ણય લેવામાં આવશે. હાલ તે સ્પષ્ટ નથી કે આ વખતે ટેરિફમાં કેટલો વધારો થશે.

Read Also

Related posts

સંશોધનમાં દાવો: અપરિણીત લોકોની હાર્ટ એટેકથી મૃત્યુ થવાની શક્યતા વધુ , તેઓ રોગનો સામનો કરવામાં ઓછા સક્ષમ હોય છે

Zainul Ansari

હરિયાણાના ક્રિકેટરે ઋષભ પંત સાથે 1.5 કરોડથી વધુની છેતરપિંડી કરી, બ્રાન્ડેડ ઘડિયાળ આપવાના નામે પડાવ્યા લાખો રૂપિયા

Zainul Ansari

ઈન્ડિયા ઈન્ડસ્ટ્રી 4.0ની તૈયારી શરૂ, અમદાવાદમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટન્સી સેન્ટર શરૂ

Zainul Ansari
GSTV