GSTV
Home » News » 5G આવ્યા બાદ ટેલિકોમના અન્ય ક્ષેત્રો સાથે સંબંધ મજબૂત થશે : ટેલિકોમ સચિવ

5G આવ્યા બાદ ટેલિકોમના અન્ય ક્ષેત્રો સાથે સંબંધ મજબૂત થશે : ટેલિકોમ સચિવ

ટેલિકોમ એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે જેની સીધી અસર આર્થિક વિકાસ, રોજગાર, આરોગ્ય અને કૃષિ જેવા અન્ય ક્ષેત્રો પર પડે છે. 5Gના આવ્યા બાદ ટેલિકોમ ક્ષેત્રનું જોડાણ તેમની સાથે વધુ મજબૂત બનશે. ટેલિકોમ વિભાગના સચિવ અંશુ પ્રકાશે આ વાત કહી હતી.

ક્ષમતા નિર્માણ અને નીતિ નિયમન અને વિકાસમાં શ્રેષ્ઠ પ્રયાસોના વહેંચણી અંગેના આસિયાન-ટ્રાઇના કાર્યક્રમને સંબોધન કરતા અંશુ પ્રકાશે જણાવ્યું હતું કે, આ ક્ષેત્ર નાગરિકોને સશક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. ટેલિકમ્યુનિકેશન્સ વિભાગના સચિવે જણાવ્યું હતું કે, ‘ટેલિકોમ એ એક મહત્વપૂર્ણ, એક મુખ્ય માળખું છે જે આર્થિક વિકાસ, રોજગાર અને અન્ય ક્ષેત્રો પર સીધી અસર કરે છે.

અન્ય ક્ષેત્રો ટેલિકમ્યુનિકેશન્સની મજબૂતાઈ પર આગળ વધે છે. ડિજિટલ કનેક્ટિવિટી એ એક આંતરિક ભાગ છે, પછી તે નાણાં હોય, કૃષિ હોય કે આરોગ્ય. 5G ટેક્નોલોજી આવ્યા બાદ આ સંબંધો વધુ મજબૂત બનશે.’ આ પ્રસંગે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ના અધ્યક્ષ આર.એસ.શર્માએ જણાવ્યું હતું કે માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજી ઝડપથી ફેલાઈ રહી છે.

આવી સ્થિતિમાં સિસ્ટમ સુરક્ષા અને ડેટા સુરક્ષાનું મહત્વ સતત વધી રહ્યું છે. શર્માએ કહ્યું, ‘હવે આ ક્ષેત્રમાં બધું આગળ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં ક્ષેત્રોની ‘સંવેદનશીલતા’ એ ચિંતાનો વિષય છે. ક્ષેત્રોની સુરક્ષા સહિતની તમામ સુરક્ષાઓ મહત્વપૂર્ણ ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં સાયબર સિક્યુરિટી, ડેટા સિક્યુરિટી, ડેટા ગોપનીયતા તાર્કિક બની છે. આપણે તે સમજવું અને માનવું જરૂરી છે કે તેઓ આગામી સમયમાં તે કેટલી મહત્ત્વની ભૂમિકા નિભાવશે.’

Read Also

Related posts

દિકરી સાથે દયાબેનનો ફોટો આવ્યો સામે, શું શોમાં પાછા ફરવાની તૈયારી

pratik shah

ઉદ્ધવ સરકારને અંધારામાં રાખી કેન્દ્ર સરકારે ભીમા કોરેગામ હિંસાની તપાસ NIA સોંપી

Pravin Makwana

કોરોના વાયરસના ખતરાને પહોંચી વળવા દિલ્હી એઈમ્સ તૈયાર, બનાવ્યો અલગ વોર્ડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!