GSTV
Gujarat Government Advertisement

રેલવેને સ્પેક્ટ્રમની મફતમાં ફાળવણી, ટેલિકોમ કંપનીઓએ કર્યો વિરોધ

Last Updated on July 31, 2019 by

ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન આઇડિયાએ ભારતીય રેલવેને વાઈફાઈ અને સિગ્નલિંગના હેતુ માટે પ્રીમિયમ 700 મેગાહર્ટ્ઝ સ્પેકટ્રમની વિનામૂલ્યે ફાળવણીનો વિરોધ કર્યો છે. તેમણે આ માટે તેના વ્યાપારિક મૂલ્યને આગળ ધર્યું છે અને સરકારને તેમાથી આવક થાય તે સંભાવના વ્યક્ત કરી છે.

ઉદ્યોગે જણાવ્યું છે કે રેલવેઝને કેપ્ટિવ યુઝ માટે આપવામાં આવેલા સ્પેકટ્રમની ફાળવણીનો ઉપયોગ પેસેન્જર માટે વાઈફાઈ અને ઇન્ટરનેટ ઓફરિંગ જેવી વ્યાપારિક સેવાઓ માટે ન થવો જોઈએ. તે ફક્ત તેનું અધિકૃત લાઇસન્સ ધરાવતા એકમો દ્વારા જ થવો જોઈએ.

રિલાયન્સ જિયોએ જણાવ્યું હતું કે રેલવેને વાઈ-ફાઈ અને વોઇસ તથા વિડીયો કમ્યુનિકેશન જેવી કોમર્સિયલ સર્વિસિસ કોઈપણ પ્રકારનું યુનિફાઇડ લાઇસન્સ મેળવ્યા વગર ઉપયોગ કરવા દેવાની છૂટ ન આપવી જોઈએ. તેઓએ જો તેનો ઉપયોગ કરવો હોય તો બીજા બધા રસ ધરાવતા પક્ષકારોની જેમ તેણે હરાજી દ્વારા કોમર્સિયલ યુઝ માટેનું લાઇસન્સ મેળવવું જોઈએ.

અમે તે વાત સાથે સંમત નથી કે ભારતીય રેલવેની 700 મેગાહર્ટ્ઝ સ્પેકટ્રમ બેન્ડમાં 15 મેગાહર્ટ્ઝ સ્પેકટ્રમ એલટીઇ (લોંગ ટર્મ ઇવોલ્યુશન) આધારિત કમ્યુનિકેશન કોરિડોર માટે અનામત રાખવામાં આવે. 700 મેગાહર્ટ્ઝ બેન્ડમાં સ્પેકટ્રમ ફાળવણીનો ઉપયોગ રેલવેને રેડિકોકમ્યુનિકેશન સિસ્ટમ્સ માટે કરવા ફાળવવાની છૂટ ન આપવી જોઈએ.

તેનું કારણ તેનો વ્યાપારિક ઉપયોગ અને 4જી-5જી સર્વિસિસ માટે તે કરોડરજ્જુ સમાન છે. રિલાયન્સ જિયોએ રેગ્યુલેટરી કન્સલ્ટેશન પેપરને પ્રતિસાદ આપતા આ વાત કહી હતી. તેનું માનવું છે કે આ ફાળવણી આ પ્રકારના કેપ્ટિવ યુઝ માટે કરવી હોય તો તે 450-470 મેગાહર્ટઝ બેન્ડમાં કરવી જોઈએ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એલઆઈસીની પોલિસી પર આ રીતે લઈ શકો છો પર્સનલ લોન, નહીં રહે હપ્તા ભરવાની કોઈ જંજટ

Vishvesh Dave

પ્રોપર્ટી ટ્રાન્સફર કરાવવામાં પડી રહી છે મુશ્કેલી, આ સાવ સરળ 4 ટ્રીક અપનાવીને તમારું ટેન્શન દૂર કરો

Harshad Patel

ખુશખબર/ સરકારી કર્મચારીઓના પગારમાં થશે આટલા ગણો વધારો, 1 જુલાઇથી લાગુ થશે આ નવા નિયમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!