GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

દેશની ટેલિકોમ ઈન્ડસ્ટ્રીઝ હાલમાં કપરા સમયમાં, સરકાર જો કોઈ પગલા નહી ભરે તો

દેશમા ટેલિકોમ ઈન્ડસ્ટ્રીઝમાં હાલમાં કપરા સમયમાંથી પસાર થઈ રહી છે..એક તરફ બેન્કોએ મોટા પ્રમાણમાં ટેલિકોમ સેક્ટરને લોન આપી રાખી છે તો બીજી તરફ કંપનીઓ સતત ખોટ કરી રહી છે.આવામાં સરકાર જો કોઈ પગલા નહી ભરે તો દેશના ટેલિકોમ અને ફાયનાન્સિયલ સેક્ટરને મોટો ઝટકો પડશે.

વોડાફોન આઈડિયાએ તાજેતરમા જ તેના લેણદારોને સંકેત આપ્યા છે તે તેઓ હમણા દેવું ચુકવવાની સ્થિતિમાં નથી.સુપ્રીમ કોર્ટે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ અંગે આપેલા ચુકાદા બાદ કંપનીને આ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

દેશમાં ટેલિકોમ સેક્ટર કેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યુ છે તેનો ખ્યાલ ત્રણ કંપનીઓના બીજા ત્રિમાસિકગાળાના પરિણામથી જાણી શકાય.જૂલાઈથી સપ્ટેમ્બર દરમ્યાન એરટેલ, વોડાફોન- આઈડિયાએ કોર્પોરેટ ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટી 74 હજાર કરોડ રૂપિયાની ખોટ દર્શાવી છે.આદિત્ય બિરલા સમુહે જણાવ્યું કે જો સરકાર એજીઆરને લઈને 39,000 કરોડ રૂપિયાની ચૂકવણીમાં કોઈ રાહત નહી આપે તો તેઓ મર્જર કંપનીમાં વધુ ઈન્વેસ્ટમેન્ટ નહી કરે એવામાં વોડાફોન આઈડિયા દેવાળુ ફૂકશે.

આઈડિયા વોડાફોનનું કહેવું છે કે તે પોતાની સંપત્તિઓ વેચશે જેથી દેણદારી પુરી કરી શકાય.હાલમાં કંપની ઓપ્ટિકલ ફાયબર નેટવર્ક અને ડેટા સેન્ટરનું વેચાણ કરવા જઈ રહી છે..પરંતુ હાલની સ્થિતિમાં તેઓ બેન્કોના લોનના હપ્તા ભરવા સમર્થ નથી. કઈ બેન્કોએ વોડાફોન આઈડિયાને કેટલી લોન આપી રાખી છે તેના પર નજર કરીએ તો ભારતીય સ્ટેટ બેન્કે આ કંપનીને 11,200 કરોડ રૂપિયા, ઈન્ડ્સઈન્ડ બેન્કે 3 હજાર કરોડ રૂપિયા, આઈસીઆઈસીઆઈ બેન્કે 1700 કરોડ રૂપિયા અને એચડીએફસી બેન્કે 500 કરોડ રૂપિયાની લોન કંપનીને આપી છે.

જ્યારે ટેલિકોમ સેક્ટરમાં સૌથી વધુ લોન એસબીઆઈએ આપી છે..11 બેન્કોએ ટેલિકોમ કંપનીઓને 1.5 લાખ કરોડ રૂપિયાની લોનો આપી છે..જેમાં સ્ટેટ બેન્કે 37,330 કરોડ રૂપયા, એચડીએફસી બેન્કે 24,515 કરોડ રૂપિયા, એક્સિસ બેન્કે 17,135 કરોડ રૂપિયા, યુનિયન બેન્કે 15,346 કરોડ રૂપિયા, બેન્ક ઓફ બરોડાએ 11,471 કરોડ, પંજાબ નેશનલ બેન્કે 7,318 કરોડ, આઈડીબીઆઈએ બેન્કે 6,172 કરોડ રૂપિયા, કેનરા બેન્કે 6,080 કરોડ, યસ બેન્કે 5,908 કરોડ રૂપિયા, કોટક મહિન્દ્રા બેન્કે 4,676 કરોડ, ઈન્ડ્સઈન્ડ બેન્કે 2,484 કરોડ રૂપિયાની લોન આપેલી છે.

વોડાફોન આઈડિયા પર 31 માર્ચ 2019ના રોજ સમાપ્ત થયેલા વર્ષમાં 17,100 કરોડ રૂપિયાનું દેવુ હતુ. કંપની પર કુલ દેવુ 1.22 લાખ કરોડ રૂપિયા છે જેમાંથી 90,700 કરોડ રૂપિયા સ્પેટ્રમ ફાળવણીના અને 31 હજાર કરોડ રૂપિયા સ્પેક્ટ્રમ સિવાયનું દેવું છે.
કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે એજીઆરની ચૂકવણી માટે 90 દિવસનો સમય ખુબ જ ઓછો છે..કંપનીઓએ સરકાર સમક્ષ માંગ કરી છે કે 90 દિવસની સમયસીમાને વધારીને 20 વર્ષની કરવામાં આવે..જો આમ નહી થાય તો કારોબાર ચલાવવો ખૂબ જ મુશ્કેલ બનશે.

ટેન્શનમાં ટેલિકોમ કંપનીઓ

બીજા Gવાર્ટરમાં ટેલિકોમ કંપનીઓની ખોટ વધી
જૂલાઈથી સપ્ટેમ્બર દરમ્યાન સૌથી વધુ ખોટ
એરટેલ, વોડાફોન- આઈડિયાને ૭૪,૦૦૦ કરોડની ખોટ
આઈડિયામાં વધુ ઈન્વેસ્ટમેન્ટનો આદિત્ય બિરલા સમૂહનો ઈન્કાર
વોડાફોન – આઈડિયા દેવાળું ફૂંકવાની તૈયારીમાં
વોડાફોન આઈડિયા પર બેન્કોનું દેવું
બેન્ક રૂપિયા (કરોડમાં)
એસબીઆઈ 11,200
ઈન્ડ્સઈન્ડ 3000
આઈસીઆઈસીઆઈ 1700
એચડીએફસી બેન્ક 500

READ ALSO

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: લોકલ ટ્રેનોમાં ફસાયા 200 લોકો, અનેક વિસ્તારોમાં જાહેર કર્યુ રેડ એલર્ટ

Pravin Makwana

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!