GSTV

ટેલિકોમની દુનિયામાં ભારત હવે તેજ ગતિએ આગળ વધશે, 2024ની શરૂઆતમાં 6G ટેક્નોલોજી લોન્ચ

Last Updated on November 24, 2021 by pratik shah

ટેલિકોમની દુનિયામાં ભારત હવે તેજ ગતિએ આગળ વધવાની તૈયારી કરી રહ્યું છે. હાલ 5G ટેક્નોલોજી લાવવાની તૈયારી થઈ રહી છે અને સાથે જ મોદી સરકારે 6Gને લઈ પોતાનો પ્લાન તૈયાર કરી લીધો છે. કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે તેના અનુસંધાને સરકારની આગળની યોજના બતાવી હતી. સાથે જ એમ પણ કહ્યું કે, ટૂંક સમયમાં જ ટેલિકોમની દુનિયામાં ભારતની બોલબાલા રહેશે.

2024ની શરૂઆતમાં 6G ટેક્નોલોજી લોન્ચ

કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, 2023ના અંત કે 2024ની શરૂઆતમાં 6G ટેક્નોલોજી લોન્ચ કરવામાં આવી શકે છે. મહત્વની વાત એ છે કે, ભારત પોતે જ તમામ સોફ્ટવેર બનાવવાનું છે અને બાદમાં સમગ્ર વિશ્વમાં તેનું વિતરણ કરશે. અશ્વિની વૈષ્ણવના કહેવા પ્રમાણે 6G ટેક્નોલોજી માટે દરેક જરૂરી મંજૂરી અગાઉથી જ આપી દેવાયેલી છે તેવામાં દેશના વૈજ્ઞાનિકો હવે ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે.

6Gનો રોડમેપ તૈયાર

6Gનો રોડમેપ તૈયાર છે ત્યારે 5Gને લઈ પહેલેથી જ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આગામી વર્ષના બીજા ત્રિમાસિક સુધીમાં 5G ટેક્નોલોજીની હરાજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે. તેના અનુસંધાને ટ્રાઈ પાસેથી પણ સૂચનો માગવામાં આવેલા છે જે આગામી વર્ષે માર્ચ મહિના સુધીમાં સરકારને મળી જશે.

READ ALSO

Related posts

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari

WhatsApp Update / વોટ્સએપ યુઝર્સ માટે ડિસઅપેરિંગ મોડ ઉપલબ્ધ, નિશ્ચિત સમય પછી ગાયબ થઈ જશે તમારી ચેટ્સ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!