મોબાઈલ ફોન યુઝર્સ માટે એક જરૂરી સમાચાર છે કારણ કે આજથી કેટલાક લોકોના સિમ બંધ થઈ જશે. હકીકતમાં ગયા વર્ષે 7 ડિસેમ્બર 2021ના રોજ ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) તરફથી એક આદેશ બહાર આવ્યો હતો. આ આદેશ હેઠળ જેમની પાસે વધુ સિમ કાર્ડ છે તેમની છૂટ સમાપ્ત ખતમ થઈ જશે. આ આદેશ હેઠળ યુઝર્સને 9થી વધુ સિમ રિ-વેરીફાઈ કરવા માટે કહેવામાં આવ્યું હતું અને તેના માટે 45 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ આદેશની સમય મર્યાદા 45 દિવસની હતી અને આજે તે સમયમર્યાદા એટલે કે 20 જાન્યુઆરી 2022થી સમાપ્ત થઈ રહી છે. જેથી સિમ વેરિફિકેશન વિના, 9થી વધુ સિમ ચલાવતા લોકોના આઉટગોઇંગ કોલ બંધ થઈ જશે.

ટેલિકોમ્યુનિકેશન વિભાગે ટેલિકોમ ઓપરેટર્સને 30 દિવસ માટે આઉટગોઇંગ કોલ અને 45 દિવસની અંદર ઇનકમિંગ કોલને 9થી વધુ સિમ ધરાવતા યુઝર્સના સિમ કાર્ડ પર વેરિફિકેશન વગર બંધ કરવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત સિમ 60 દિવસની અંદર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય રોમિંગ માટે અલગ નિયમ
એક વેબસાઈટ મુજબ આંતરરાષ્ટ્રીય રોમિંગ, બીમાર અને વિકલાંગ વ્યક્તિઓને 30 દિવસનો વધારાનો સમય આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જે ભારતમાં રહેતા ભારતીય લોકોથી થોડો અલગ છે. લોકોની આર્થિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ફરિયાદ પર સમય ઘટાડવાની ચેતવણી
ટેલિકોમ્યુનિકેશન વિભાગના જણાવ્યા મુજબ જો લો ઇન્ફોર્સમેન્ટ એજન્સી વતી અથવા બેંક અથવા અન્ય કોઈપણ નાણાકીય સંસ્થા તરફથી મોબાઇલ નંબર વિરુદ્ધ ફરિયાદ મળે છે, તો આવા સિમના આઉટગોઇંગ કોલને 5 દિવસ અને ઇનકમિંગ કોલ 10 દિવસમાં બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે 15 દિવસમાં સિમની સેવાઓ સંપૂર્ણપણે બંધ થઈ જશે.

કોણ કેટલા સીમ રાખી શકે છે
ટેલિકોમ્યુનિકેશન વિભાગના નવા નિયમો મુજબ ભારતના કોઈપણ નાગરિક 9 સિમ રાખી શકે છે. જ્યારે જમ્મુ-કાશ્મીર સહિત પૂર્વોત્તર માટે 6 સિમને મંજૂરી આપવામાં આવી છે. નવા નિયમો મુજબ એક ID પર 9થી વધુ સિમ રાખવા ગેરકાયદેસર હશે, આમ ઓનલાઈન ફ્રોડ, વાંધાજનક કોલની ઘટનાઓને રોકવા માટે કરવામાં આવ્યું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…
MUST READ:
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં