GSTV

ટેલિકોમ કંપનીઓની મુશ્કેલીઓમાં થયો વધારો, 31 માર્ચ સુધીમાં કરવું પડશે 10% AGR બાકીની ચુકવણી

ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા સહિત ઘણી ટેલિકોમ કંપનીઓને ભલે સુપ્રિમ કોર્ટમાંથી AGR બાકી (AGR Dues)ને ચુકવવા માટે 10 વર્ષનો સમય આપ્યો હોય, પરંતુ તેમણે AGR બાકીની 10 ટકા ચુકવણી 31 માર્ચ 2021 પહેલાં કોઈ પણ હાલમાં કરવાની રહેશે. ટેલિકોમ વિભાગ (DoT)નાં સૂત્રોએ જણાવ્યુ છેકે, ભલે કોઈ કંપનીએ આ વર્ષે AGR બાકીની અમુક રકમની ચુકવણી કરી હોય પરંતુ તેમ છતાં પણ તેમનાં ઉપર AGR Dues છે, તેમણે 10 ટકાની ચુકવણી 31 માર્ચ 2021 પહેલાં કરવાની રહેશે. સરકારી સૂત્રોએ જણાવ્યુકે, આ વર્ષનાં અંત સુધીમાં આ ટેલિકોમ કંપનીઓએ AGR Duesના રૂપમાં ઓછામાં ઓછા 12,921 કરોડ રૂપિયાની ચુકવણી કરવાની રહેશે. તેમાં 80 ટકા રકમની ચુકવણી ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ કરવાની છે.

ટેલિકોમ વિભાગ (DoT)નું કહેવું છેકે, સુપ્રિમ કોર્ટોનાં આદેશ મુજબ, ટેલિકોમ કંપનીઓ ચાલું નાણાકીય વર્ષનાં અંત સુધીમાં 10 ટકા એજીઆરની ચુકવણી માટે બાધ્ય છે. DoTનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુકે, આવતા વર્ષથી ટેલિકોમ ઓપરેટર્સ 10 હપ્તામાં AGR Duesની ચુકવણી કરી શકે છે. અધિકારીનાં જણાવ્યા મુજબ, 21 માર્ચ સુધીમાં ભારતી એરટેલને 4398 કરોડ રૂપિયા અને વોડાફોન આઈડિયાએ 5825 કરોડ રૂપિયાની ચુકવણી કરવાની રહેશે. જણાવી દઈએકે, વોડાફોન-આઈડિયા પર કુલ 58,254 કરોડ રૂપિયા AGR Dues છે. અને એરટલ પર તે 43,980 કરોડ રૂપિયા છે.

BSNLએ 583.5 કરોડ ચુકવવાનાં છે

જોકે, આઈડિયા-વોડાફોને અત્યાર સુધીમાં 7,854 કરોડ રૂપિયા અને ભારતી એરટેલે 18,004 કરોડ રૂપિયાની AGR Duesનું પેમેન્ટ કર્યુ છે. પરંતુ તેમ છતાં આ બંને કંપનીઓએ બાકી રકમનું 10 ટકા ચુકવણી કરવાની રહેશે. તો બીએસએનએલ અને એમટીએનએલે અત્યાર સુધીમાં AGR Duesનું પેમેન્ટ કર્યુ નથી. BSNLએ ચાલુ નાણાકીય વર્ષનાં અંત સુધીમાં 583.5 કરોડ રૂપિયા અને  MTNLએ 435 કરોડ રૂપિયાની ચુકવણી કરવાની છે. ટેલિકોમ વિભાગનાં અધિકારીઓએ કહ્યુકે, આ પેમેન્ટ માટે DoT કોઈ પણ ટેલિકોમ કંપનીને ડિમાન્ડ નોટિસ મોકલશે નહી. તેમણે જાતે જ પેમેન્ટ કરવાનું છે. તેમને સુપ્રિમ કોર્ટનો આદેશ સ્પષ્ટ રૂપે ખબર છે.

Jio પર નથી કોઈ બાકી

ટેલિકોમ વિભાગનાં અધિકારીએ કહ્યુકે, રિલાયન્સ જીયો દેશની એકમાત્ર કંપની છે જેની ઉપર કોઈ AGR Dues નથી. Jioએ 195.18 કરોડ રૂપિયાનું AGR Dues ચુકવી દીધુ છે. જણાવી દઈએકે, ટેલિકોમ કંપનીઓ ઉપર કુલ 1.47 લાખ કરોડ રૂપિયા AGR Dues છે. જેમાં ઘણી કંપનીઓ નાદાર થઈ ગઈ છે. અથવા તો તે પ્રોસેસમાંથી પસાર થઈ રહી છે. તેમાં રિલાયન્સ કોમ્યુનિકેશન પર 21,139 કરોડ રૂપિયા AGR Dues છે. તો એરટેલ પર 10,229 કરોડ રૂપિયા, એસ ટેલ પર 55.67 કરોડ રૂપિયા અને Estisalat DB પર 31.81 કરોડ રૂપિયાનું AGR Dues છે.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!