GSTV

કૉલ રિસિવ કરવા પડશે મોંઘા, ટેલિકોમ કંપનીઓનો આ નિર્ણય યુઝર્સને આપશે મોટો ઝાટકો

mobile internet price in india

ટેલિકોમ કંપનીઓ ટૂંક સમયમાં પોતાના યુઝર્સને જોરદાર ઝટકો આપવાની તૈયારી કરી રહી છે. ટૂંક સમયમાં ફોન રિસિવ કરવા તમને મોંઘા પડશે. જ્યાં પહેલાં તમને લાઇફ ટાઇમ રિચાર્જનો વિકલ્પ મળતો હતો ત્યાં હવે તમારે ઇનકમિંગ કૉલ માટે વધુ રૂપિયા ચુકવવા પડશે. તમારે ટૂંક સમયમાં દર મહિને ઓછામાં ઓછા 75 રૂપિયાનું રિચાર્જ કરાવવુ પડશે. આ રિચાર્જ તમારે ઇનકમિંગ કૉલ ચાલુ રાખવા કરાવવું પડશે.

ક્યારેક કંપનીઓ ગ્રાહકો જોડવા માટે લાંબા ગાળાની રિચાર્જ ઑફરો આપતી હતી જોકે, હવે તમારે નેટવર્ક શરૂ રાખવા માટે તમારા એકાઉન્ટમાં મિનિમમ રૂપિયા 35નું બેલેન્સ રાખવું અનિવાર્ય છે. આગામી દિવસોમાં ઓછામાં દર મહિને  35ના સ્થાને રૂપિયા 75 થઈ શકે છે.



ટેલિકૉમ કંપની ભારતી એરટેલના સીએમડી સુનીલ ભારતી મિત્તલે સંકેતા આપ્યા છે કે એરટેલનો મિનિમમ ટેરિફ દર રૂપિયા 75 થઈ શકે છે. કંપનીએ નવેમ્બરમાં જ આ દર વધારીને રૂપિયા 35 કર્યો હતો.



અગાઉ નવેમ્બર મહિનામાં એરટેલ ભારતીએ પોતાના ટેરિફ પ્લાનમાં બદલાવ કર્યો હતો. ત્યારબાદ વોડાફોન આઇડિયાએ પણ ટેરિફ પ્લાનમાં બદલાવ કરતા મિનિમમ ટેરિફ દર રૂપિયા 35 કરી દીધો હતો. જાણકારોના મતે જો કંપનીઓ મિનિમમ દરમાં વધારો કરે તો ડિજિટલ ઇન્ડિયા અને ગ્રામિણ વિસ્તારોની કનેક્ટિવિટી પર અસર થશે.

ડિસેમ્બરમાં ટેલિકૉમ રેગ્યુલેટર ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI)એ બંને કંપનીઓને અચાનક ટેરિફ પ્લાન બદલાવ માટે નોટિફ ફટકારી હતી. જોકે, ટ્રાઈ તરફથી આગળ જતા કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી.

શા માટે લેવાયો આ નિર્ણય

કંપનીઓનું માનવું છે કે મોટી સંખ્યામાં એવા ગ્રાહકો છે જે એક સાથે અનેક કંપનીઓના કનેક્શન યુઝ કરે છે. તેવા યુઝર્સ ફક્ત છ મહિનામાં એક જ વેલીડીટીનું રિચાર્જ કરાવે છે. આવા નંબરો પર ઇનકમિંગ ચાલુ રહે છે. અને કોઇ બીજા નંબર પર તે આઉટગોઇંગ માટે રિચાર્જ કરાવે છે. આવા ગ્રાહકોને ધ્યાનમાં લેતાં ટેલિકોમ કંપનીઓએ ઇનકમિંગ માટે મિનિમમ રિચાર્જ પ્લાન લૉન્ચ કર્યા છે.

Read Also

Related posts

ખેડૂત ભાઈઓ માટે કામના સમાચાર/ રજીસ્ટ્રેશન કરવામાં જો નાની એવી ભૂલ હશે તો પણ અટકી જશે આપના રૂપિયા, ફટાફટ સુધારી નાખો ભૂલ

Pravin Makwana

સુવિધા/ કોઈ પણ બિમારીની સલાહ માટે ડોક્ટરને ત્યાં લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી, હવે વોટ્સએપ પર મળશે ડોક્ટર

Pravin Makwana

ATMથી કેશ ઉપાડવું થશે મોંઘુ, હવે લિમિટથી વધુ પૈસા કાઢવા પર લાગશે આટલો ચાર્જ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!