GSTV
Home » News » મોબાઈલ ધારકો માટે આવ્યા અત્યાર સુધીના સૌથી ખરાબ સમાચાર, કંપનીઓ હવે તેજીનો લાભ લેવાના મૂડમાં

મોબાઈલ ધારકો માટે આવ્યા અત્યાર સુધીના સૌથી ખરાબ સમાચાર, કંપનીઓ હવે તેજીનો લાભ લેવાના મૂડમાં

આવનારા સમયમાં તમારા મોબાઇલ બીલમાં વધારો થઇ શકે છે.ટેરીફમાં વધારો થવાની શક્યતા છે.ખરેખર દુરસંચાર વિભાગએ એક અનુમાન લગાવ્યુ છે કે,જો ટેરીફમાં 10 ટકા વધારો કરવામાં આવે તો ટીલીકોમ કંપનીઓને આવતા ત્રણ વર્ષોમાં 35 હજાર કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી શકે .આનાથી કંપનીઓની નાણાકિય પરિસ્થિતી સુધારવામાં મદદ મળશે.

ટેલીકોમ રગ્યુલેટર લેશે અંતીમ નિર્ણય

ડીઓટીના અધિકારિયોએ રિપોર્ટમાં જણાવ્યુ કે ટેરિફમાં વધારોનો નિર્ણય ટેલિકોમ રેગ્યુલેટરે લેવાનો છે.તેના માટે ડીઓટી તેના આંકડા રેગ્યુલેટરને પ્રધાન કરશે.ડીઓટીએ જે અનુમાન લગાવ્યુ છે તે એવરેજ રેવન્યુ પ્રતિ યુઝર્સ પર આધારિત છ.જે હાલના સમયમાં 120-130 રૂપિયા છે.ડીઓટીના અધિકારીનું કહેવુ છે કે જો એઆરપીયુમાં 10 ટકા એટલેકે 11 રૂપિયાનો વધારો કરવામાં આવે તો 141રૂપિયા આવી જશે,આનાથી કંપનીને વર્ષે 11 હજાર કરોડ રૂપિયા અને ત્રણ વર્ષે 33 હાજર કરોડ રૂપિયાની વધારી કમાણી થશે.

ડેટાની કિંમતમાં થઇ શકે છે વધારો

અધિકારીઓનું માનવુ છે કે હાલના સમયમાં ડેટા ખપતમાં તેજી આવી છે,એટલે ટેલીકોમ ઇન્ડસ્ટ્રી ડેટાની કિંમતમાં પ્રતિ જીબી 10 રૂપિયામાં વધારો કરી 3 વર્ષમાં લગભગ 35 હજાર કરોડ રૂપિયા વધારાની આવક ઉભી કરી શકાશે.ટ્રાઇના આંકડા અનુસાર ડેટાની કિંમતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 95 ટકા ઘટાડો નોંધાયો 2015માં 226 રૂપિયા પ્રતિ જીબીની જગ્યા એ આજે ડેટા 11.78 રૂપિયા પ્રતિ જીબી મળી રહ્યા છે.

Read Also

Related posts

ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી

Mansi Patel

સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?

Bansari

જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો ન કરો ચિંતા, થોડા જ રૂપિયા ખર્ચવા પર મળશે બીજું પાન કાર્ડ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!