મિસ્ડ કૉલથી પણ થાય છે ટેલિકૉમ કંપનીઓને આવક, 1 કૉલ પર મળે છે આટલા પૈસા

તમે કોઈ પણ વ્યક્તિને ક્યારેક મિસ્ડ કૉલ તો કર્યો જ હશે. કેટલાંક લોકો મિસ્ડ કૉલથી પોતાનું કામ નિકાળી લે છે, કારણકે જિયો આવ્યા બાદ બધી કંપનીઓએ અનલિમિટેડ કૉલિંગવાળા પ્લાન જાહેર કર્યા છે. હાલમાં મોબાઇલ યૂઝર્સની સંખ્યા 1 અબજથી પણ વધારે થઇ છે. જેમાંથી મોટાભાગના મોબાઇલ યૂઝર્સ ગ્રામ્ય વિસ્તારના છે, જે શહેરમાં રહેનારા પોતાના પરિવારજનો સાથે મિસ્ડ કૉલ કરીને વાતચીત કરે છે અને આવા લોકો પાસે હજી પણ ફીચર ફોન છે. એવામાં તેમને અનલિમિટેડ પેકનો ફાયદો મળી રહ્યો નથી. તમારામાંથી ખૂબ ઓછા લોકોને ખબર છે કે મિસ્ડ કૉલથી પણ ટેલિકૉમ કંપનીઓને આવક ઉપજે છે. આવો જાણીએ તે અંગે વિસ્તૃતમાં.

તમે MTCનું નામ કદાચ જ સાંભળ્યુ હશે. જેનું આખુ નામ મોબાઇલ ટર્મિનેશન ચાર્જ થાય છે. એટલેકે તે ચાર્જ એક કંપની પોતાના નેટવર્ક પર આવનારી બીજી કંપનીઓના ઈનકમિંગ કૉલ્સ માટે વસૂલે છે. ટેલિકૉમ કંપનીઓને બીજા ઓપરેટર નેટવર્ક પરથી આવતી દરેક ઇનકમિંગ કૉલ પર ટર્મિનેશન અથવા ઈન્ટરકનેક્શન ચાર્જ મળે છે.

ઉદાહરણ તરીકે જો તમારી પાસે એરટેલનું સિમ કાર્ડ છે અને વોડાફોનના નંબર પરથી તમારી પર ફોન આવી રહ્યો છે તો આ કૉલના બદલે વોડાફોન એરટેલને પૈસા આપશે, કારણકે વોડાફોનના કૉલને એરટેલે પોતાના નેટવર્ક પર પૂર્ણ કર્યો છે.

જોકે, ટ્રાઈએ દેશમાં કૉલ માટે 6 પૈસા અને આંતરરાષ્ટ્રીય કૉલ માટે 30 પૈસા પ્રતિ મિનિટનો ચાર્જ નક્કી કર્યો છે, તો 2020 સુધી તેને સમાપ્ત કરવાનો પણ પ્રસ્તાવ છે. આ અગાઉ દરેક ઇનકમિંગ કૉલ પર 14 પૈસા ચાર્જ લાગતો હતો.


એક રિપોર્ટનું માનીએ તો દેશના તમામ ટેલિકૉમ ઑપરેટરોએ પોતાના 50 ટકા નેટવર્ક દેશના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાપિત કર્યા છે અને તેમાંથી 40 ટકા નેટવર્ક પરથી ટેલિકૉમ કંપનીઓની આવક ના બરાબર હોય છે. હવે સવાલ ઉઠે છે કે જો કંપનીઓને નુકસાન થઇ રહ્યું છે તો તેઓ તેના ખર્ચ પર કેમ કરી રહી છે. જેનો સૌથી મોટું કારણ એમટીસી જ છે, જેનાથી કંપનીઓને આવક થાય છે. એમટીસી 14 પૈસાથી 6 પૈસા થવાથી ગ્રામ્ય વિસ્તારમાં નેટવર્ક કનેક્ટિવિટી પ્રભાવિત થઇ રહી છે, કારણકે ટેલિકૉમ કંપનીઓનું કહેવુ છે કે એમટીસી ઓછી થવાથી તેમને નુકસાન થઇ રહ્યું છે અને નુકસાનની સ્થિતિમાં કોઇ પણ કંપની રોકાણ કરવા કેમ ઇચ્છે છે. એવામાં અનિચ્છનીય કૉલ્સ અને મેસેજમાં પણ વધારો થશે, કારણકે પોતાનો ખર્ચ કાઢવા માટે કંપનીઓ આવુ કરી રહી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter